राजनीति
કેરળ રાજ્યના તિરુવનંતપુરમ ખાતે આયોજિત ભારતની સંસદ તથા વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓની જાહેર હિસાબ સમિતિઓ (Public Account
यहाँ देखें:
▶️ YouTube
આ પરિષદમાં લોકસભાના માનનીય અધ્યક્ષ શ્રી ઓમ બિરલા, રાજ્યસભાના માનનીય ઉપસભાપતિ શ્રી હરિવંશ, કેરળના માનનીય મુખ્યમંત્રી શ્રી વી.ડી. સતીશન, કેરળ વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી થિરુવંચૂર
કેરળ રાજ્યના તિરુવનંતપુરમ ખાતે આયોજિત ભારતની સંસદ તથા વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓની જાહેર હિસાબ સમિતિઓ (Public Accounts Committees – PAC) ના અધ્યક્ષોની પરિષદમાં ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના માનનીય સભ્યશ્રીઓ ડૉ. હર્ષદભાઈ પટેલ તથા શ્રી વિનોદભાઈ મોરડીયા સાથે સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આ પરિષદમાં લોકસભાના માનનીય અધ્યક્ષ શ્રી ઓમ બિરલા, રાજ્યસભાના માનનીય ઉપસભાપતિ શ્રી હરિવંશ, કેરળના માનનીય મુખ્યમંત્રી શ્રી વી.ડી. સતીશન, કેરળ વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી થિરુવંચૂર રાધાકૃષ્ણન, સંસદની જાહેર હિસાબ સમિતિના માનનીય અધ્યક્ષ શ્રી કે.સી. વેણુગોપાલ, કેરળ વિધાનસભાનાં માનનીય ઉપાધ્યક્ષ શ્રીમતી શાનિમોલ ઉસ્માન તથા કેરળ વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના માનનીય અધ્યક્ષ શ્રી કે.એન. બાલગોપાલ સહિતના વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિ રહી.
આ પરિષદમાં લોકશાહી વ્યવસ્થામાં જાહેર હિસાબ સમિતિની ભૂમિકા, સરકારી નાણાંના પારદર્શક અને જવાબદાર વહીવટ, જાહેર ખર્ચની સમીક્ષા તથા નાણાકીય જવાબદારી અને વિધાનસભાકીય દેખરેખ જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિચારવિમર્શ કરવાની તક મળી.
દેશના વિવિધ સંસદીય અને વિધાનસભાકીય હોદ્દેદારો તથા જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષો સાથે વિચારોનું આદાનપ્રદાન કરીને મૂલ્યવાન માર્ગદર્શન અને અનુભવો પ્રાપ્ત થયા. આ પરિષદ સંસદીય પરંપરાઓ, લોકશાહી મૂલ્યો અને જાહેર નાણાંના સુશાસન અંગેની સમજને વધુ સમૃદ્ધ બનાવનારી રહી.