🔥 TRENDING Allu Aravind's Film Production Future:... Ludhiana Man Stabbed After 'RIP' Prank... Maharashtra Honors 123 Teachers for Ex... Faridabad Man Held After Lover's Death... Maharashtra Governor to Inaugurate Tim... Indian Devotional Song Performed by Ch...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરેન્દ્રનગરના લીંબડી હાઇવે પર ફિલ્મી દૃશ્યો! પોલીસની રિવોલ્વર ઝૂંટવી આરોપીએ ચલાવી ગોળી, PSI એમ.એમ. કુંભારવાડિયાએ કર્યું ફાયરિંગ

✍️ Reporter: Hitesh Gumrani 🗓 29 Nov 2026, 06:43 AM 👁 18
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મધ્યપ્રદેશથી પકડીને જામનગર લવાઈ રહેલા આરોપી ઠાકોર ડામોરે લીંબડી હાઇવે પર ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ ASIની રિવોલ્વર ઝૂંટવી પોલીસ ટીમ પર ફાયરિંગ કરતાં PSI એમ.એમ. કુંભારવાડિયાએ સ્વબચાવમાં જવાબી ફાયરિંગ કર્યું હતું. જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી.
કેવી રીતે બની ફાયરિંગની ઘટના?
મળતી વિગતો મુજબ, જામનગર જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈનીના સીધા માર્ગદર્શન હેઠળ DySP જયવીરસિંહ ઝાલા, LCB PI વી.બી. ચૌધરી અને તેમની ટીમ દ્વારા આરોપીને ઝડપી પાડવા ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
LCBની ટીમ આરોપી ઠાકોર ડામોરને મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડી જામનગર લાવી રહી હતી. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી વિસ્તારમાં હાઇવે પર કુદરતી હાજતે જવા માટે પોલીસ કાફલાએ પોતાનું વાહન ઊભું રાખ્યું હતું.
LCBની ટીમ આરોપી ઠાકોર ડામોરને મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડી જામનગર લાવી રહી હતી. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી વિસ્તારમાં હાઇવે પર કુદરતી હાજતે જવા માટે પોલીસ કાફલાએ પોતાનું વાહન ઊભું રાખ્યું હતું.
આ તકનો લાભ લઈને આરોપી ઠાકોર ડામોરે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે ASI અરજણભાઈ કોડીયાતરની રિવોલ્વર ઝૂંટવી લીધી હતી અને પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું હતું.
PSIએ સ્વબચાવમાં કર્યું ફાયરિંગ
આરોપી દ્વારા અચાનક ફાયરિંગ કરવામાં આવતાં પોલીસ ટીમમાં અફરાતફરી મચી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજી PSI એમ.એમ. કુંભારવાડિયાએ ત્વરિત જવાબી કાર્યવાહી કરી સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું.
આ ફાયરિંગમાં આરોપી ઠાકોર ડામોરને પગના ભાગે ગોળી વાગતાં તે નીચે ઢળી પડ્યો હતો. ત્યારબાદ પોલીસે તેને ફરીથી ઝડપી લીધો હતો. ઈજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલાની પૃષ્ઠભૂમિ પણ ગંભીર છે. અગાઉ જામનગરમાં ડ્રગ્સની રેડ પાડવા ગયેલી એન્ટી નાર્કોટિક્સ ટીમ પર અસામાજિક તત્ત્વોએ હુમલો કર્યો હતો.
દરોડા દરમિયાન પોલીસકર્મીઓ પર હુમલો થતાં એક પોલીસકર્મી દિવ્યરાજસિંહ જાડેજા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને પગલે પોલીસ દ્વારા આરોપીઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી હતી.
પોલીસ વિભાગમાં ચકચાર
મધ્યપ્રદેશથી આરોપીને ઝડપી લાવતી વખતે લીંબડી હાઇવે પર બનેલી આ ફાયરિંગની ઘટનાએ પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવી છે. પોલીસની કામગીરી અને આરોપી સામેની કાર્યવાહી હવે ચર્ચાનો વિષય બની છે.
📲Get App