🔥 TRENDING ઝઘડિયાના અવિધાને કરાડ અને સિમધરા સાથે... Parking શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનો પાટોત્સવ: ભ... गांव के विकास के लिए स्थानीय लोगों का... Bjp MLAs sit in the well of the jk ass... কোলকাতা
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

અમદાવાદ: નિકોલની અનંતા હોસ્પિટલમાં નિવૃત્ત PSI સાંકાભાઈ પટેલના મોત અંગે પરિવારની નિષ્પક્ષ તપાસની માંગ

✍️ Reporter: PATEL KAMLESHKUMAR SANKABHAI 🗓 28 Sep 2026, 09:30 PM 👁 70
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મળતી માહિતી મુજબ, નિવૃત્ત PSI સાંકાભાઈ પટેલને ગત તા.૩૦/૦૭/૨૦૨૬ ના રોજ સારવાર અર્થે નિકોલની અનંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ ૩૧/૦૭/૨૦૨૬ ના રોજ તેમનું નિધન થયું હતું. પરિવારનો આક્ષેપ છે કે સારવાર દરમિયાન દર્દીની સ્થિતિ અને તબીબી પ્રક્રિયા અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા તેમને યોગ્ય કે સ્પષ્ટ માહિતી આપવામાં આવી નહોતી

​એક્સપાયરી ડેટ વાળી સામગ્રી વાપર્યાનો આક્ષેપ
પરિવારે સૌથી ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સારવાર દરમિયાન ઉપયોગમાં લેવાયેલી એક મેડિકલ પ્રોડક્ટ/સામગ્રીના બોક્સ પર.૩૦/૦૬/૨૦૨૬ ની એક્સપાયરી ડેટ દર્શાવેલ હતી. આ સામગ્રી દર્દીની સારવાર સાથે સંબંધિત હોવાનો દાવો કરીને પરિવારે આ અંગેના બોક્સ/લેબલ અને જરૂરી દસ્તાવેજી પુરાવા પણ એકત્ર કર્યા છે.
📲Get App