🔥 TRENDING Nagaland Youth Rally Over Seized Great... Manipur Govt Informs Supreme Court Blo... Supreme Court orders status‑quo in ₹63... Manipur Tensions Heightened as Editori... Meghalaya launches digital learning pi... Meghalaya confident of hosting Nationa...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં જેલથી ક્રાઈમ બ્રાન્ચ લાવતી વખતે હિસ્ટ્રીશીટરે PSIનું વેપન આંચક્યું, પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરી પકડ્યો
Crime

સુરતમાં જેલથી ક્રાઈમ બ્રાન્ચ લાવતી વખતે હિસ્ટ્રીશીટરે PSIનું વેપન આંચક્યું, પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરી પકડ્યો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 11 Sep 2026, 03:17 PM 👁 43
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાજપ યુવા નેતા જય દલાલ હત્યા કેસમાં સંડોવાયેલા 35થી વધુ ગુનાના હિસ્ટ્રીશીટર જયેશ પાટીલે લાજપોર જેલથી ક્રાઈમ બ્રાન્ચ લાવતી વખતે PSIનું સર્વિસ વેપન આંચકી ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે ફાયરિંગ કરીને તેને કાબૂમાં લીધો છે.

સુરતમાં ભાજપ યુવા નેતા જય દલાલ હત્યા કેસ અને ગેરકાયદે હથિયારોના રેકેટમાં સંડોવાયેલા 35થી વધુ ગંભીર ગુનાના હિસ્ટ્રીશીટર જયેશ ઉર્ફે બારકુ પાટીલને લાજપોર જેલથી ક્રાઈમ બ્રાન્ચ લાવતી વખતે મોટી અથડામણ સર્જાઈ હતી. બુઢાણા ગામ નજીક ઉલ્ટી અને લઘુશંકાનું બહાનું કાઢી ગાડી રોકાવ્યા બાદ પીએસઆઈનું સર્વિસ વેપન આંચકી ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરી તેને કાબૂમાં લીધો હતો. પગમાં ગોળી વાગતાં ઈજાગ્રસ્ત આરોપીને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

જયેશ પાટીલ સામાન્ય આરોપી નથી, પરંતુ હત્યાના પ્રયાસ, લૂંટ, ધાડ અને આર્મ્સ એક્ટ જેવા 35થી વધુ ગંભીર અને હિંસક ગુનાઓમાં ધરપકડ થઈ ચૂકેલો કુખ્યાત હિસ્ટ્રીશીટર છે.

આ સમગ્ર ઘટના અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે, “આજે ક્રાઈમ બ્રાન્ચની ટીમ કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવીને આરોપી જયેશ બારકુ પાટીલને લાજપોર જેલથી ક્રાઈમ બ્રાન્ચ લાવી રહી હતી. તે વખતે બુઢાણા ગામ પાસે આવતા તેણે પોતાને વોમિટ થાય છે, સફોકેશન થાય છે અને યુરિન માટે તાત્કાલિક જવું છે તેમ કહી ગાડી ઊભી રખાવી હતી. ગાડી ઊભી રહેતાની સાથે જ તેણે પીએસઆઈ શૈલેષ દુબેનું સર્વિસ વેપન ખેંચીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ ઝપાઝપી દરમિયાન ફાયરિંગ થતાં આરોપીને ગોળી વાગી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.”
📲Get App