🔥 TRENDING Nationwide Bank Strike Postponed After... Ironing Iron: More Than Just Clothes—H... BJP Accuses Rahul Gandhi of Plotting t... Former Indian Cricketer Vinod Kambli R... Delhi Minister Slaps Youth Claiming AA... The Tribune Highlights User Search for...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલીમાં રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો ધમધમાટ

અમરેલીમાં રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો ધમધમાટ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 06 Aug 2026, 08:01 PM 👁 75
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીમાં રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો ધમધમાટ
*૦૦૦૦૦૦૦૦*
*પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત ધારી, બગસરા અને જાફરાબાદમાં સ્વચ્છતા અભિયાન વેગવંતુ*
*૦૦૦૦૦૦૦૦*
*નગરપાલિકા વિસ્તારોમાં જાહેર માર્ગો, જાહેર સ્થળો અને સોસાયટીઓમાં સ્વચ્છતા પ્રવૃત્તિઓ યોજાઈ*
*૦૦૦૦૦૦૦૦*
*અમરેલી, ૦૬ ઓગસ્ટ ૨૦૨૬ -* દેશના ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલી જિલ્લાના આંગણે યોજાનાર છે. આ ઐતિહાસિક પર્વને યાદગાર અને ભવ્ય બનાવવા માટે સમગ્ર જિલ્લામાં 'પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટીઝ'નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ધારી,બગસરા અને જાફરાબાદ નગરપાલિકા સહિતના વિસ્તારમાં સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

ધારી,બગસરા અને જાફરાબાદ નગરપાલિકાના તમામ વોર્ડ, મુખ્ય બજારો, જાહેર રોડ-રસ્તાઓ, રહેણાંક સોસાયટીઓ તેમજ ધાર્મિક અને પ્રવાસી મહત્વ ધરાવતા જાહેર સ્થળો પર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ, વહીવટી સ્ટાફ અને સ્થાનિક આગેવાનોના સહયોગથી શેરીઓ બજારોમાં પ્લાસ્ટિક સહિતના કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

રાજ્યકક્ષાના આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી પૂર્વેના આ સફાઈ અભિયાનમાં સ્થાનિક નાગરિકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. 'મારું ગામ, સ્વચ્છ ગામ'ના નારા સાથે વેપારી મંડળો, મહિલા મંડળો અને નવયુવાનોએ પોતપોતાના વિસ્તારના જાહેર સ્થળોની સાફ-સફાઈમાં શ્રમદાન આપ્યું હતું. નગરપાલિકા દ્વારા ભીના અને સૂકા કચરાના યોગ્ય નિકાલ માટે જાગૃતિલક્ષી કાર્યક્રમો પણ યોજાયા હતા.
📲Get App