🔥 TRENDING धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વેપારીઓના પ્રશ્ને તંત્ર સમક્ષ રજૂઆત
Local

વેપારીઓના પ્રશ્ને તંત્ર સમક્ષ રજૂઆત

✍️ Reporter: Shahid Mansuri 🗓 06 Aug 2026, 07:42 PM 👁 72
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ પાંચબત્તી વેપારી મિત્ર મંડળના આગેવાનો તથા સ્થાનિક વેપારીઓ સાથે મળી પ્રમુખ સ્વામી કોમ્પ્લેક્ષ, ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષ, હાફિઝ મંઝિલ અને જગદીશ શોપિંગ સેન્ટર વિસ્તારમાં લાંબા સમયથી

વેપારીઓના પ્રશ્ને તંત્ર સમક્ષ રજૂઆત

ભરૂચ પાંચબત્તી વેપારી મિત્ર મંડળના આગેવાનો તથા સ્થાનિક વેપારીઓ સાથે મળી પ્રમુખ સ્વામી કોમ્પ્લેક્ષ, ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષ, હાફિઝ મંઝિલ અને જગદીશ શોપિંગ સેન્ટર વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી ગંદકી, કચરાના અયોગ્ય નિકાલ, નિયમિત સફાઈના અભાવ તેમજ ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ સેવાના અનિયમિત સમય અંગે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી.

આ પ્રસંગે કાઉન્સિલરો જીગ્નેશ બ્રહ્મભટ્ટ, સમશાદઅલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલા વેપારીઓની સાથે ઉપસ્થિત રહ્યા અને વેપારીઓની રજૂઆતને તાત્કાલિક ઉકેલવા માંગ કરી.

રજુઆતમાં ભરૂચ પાંચબત્તી વેપારી મિત્ર મંડળના સાદિક લવલી, હારૂનભાઈ, યુનુસભાઈ, ગીતાબેન અને રાજેશ વાઢેલ સહિત વેપારી મિત્રો હાજર રહ્યા હતા. તેમણે તંત્રને વેપારીઓના આરોગ્ય, ગ્રાહકોની સુવિધા અને બજારની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી.
📲Get App