🔥 TRENDING Nagpur Records Surge in Crime: 5 Vehic... Driver Arrested Four Weeks After Deliv... Guwahati Student Found Dead; Family Ac... Delhi UT demolishes illegal structures... Crime Branch Arrests Absconding Accuse... CEA Warns Rising Global Yields and US...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વંથલી તાલુકાના આખા ગામની મુલાકાતે કલેક્ટર વિકાસ કાર્યો અને સરકારી સેવાઓની કરી સમીક્ષા

✍️ Reporter: Samir Bhalodiya 🗓 06 Aug 2026, 05:52 PM 👁 68
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વંથલી: જિલ્લા કલેક્ટરે આજરોજ વંથલી તાલુકાના આખા ગામની મુલાકાત લઈ તલાટી કચેરીની તપાસણી કરી હતી. મુલાકાત દરમિયાન ગ્રામજનો સાથે ગામના વિકાસકાર્યો, સ્થાનિક પ્રશ્નો તેમજ વિવિધ જનસુવિધાઓ

વંથલી તાલુકાના આખા ગામની મુલાકાતે કલેક્ટર વિકાસ કાર્યો અને સરકારી સેવાઓની કરી સમીક્ષા
વંથલી: જિલ્લા કલેક્ટરે આજરોજ વંથલી તાલુકાના આખા ગામની મુલાકાત લઈ તલાટી કચેરીની તપાસણી કરી હતી. મુલાકાત દરમિયાન ગ્રામજનો સાથે ગામના વિકાસકાર્યો, સ્થાનિક પ્રશ્નો તેમજ વિવિધ જનસુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
કલેક્ટરે શિક્ષણ, આંગણવાડી, આરોગ્ય સેવાઓ, જાહેર વિતરણ વ્યવસ્થા (FPS) તેમજ સુગમ ડિજિટલ સેવાઓની કામગીરીની સમીક્ષા કરી હતી. સંબંધિત અધિકારીઓને સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓનો લાભ ગામના દરેક પાત્ર લાભાર્થી સુધી સમયસર અને અસરકારક રીતે પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન ગામના સર્વાંગી વિકાસ માટે સ્થાનિક પ્રશ્નોના ઝડપી નિરાકરણ અને સરકારી સેવાઓને વધુ અસરકારક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગ્રામજનોએ પણ પાણી, રસ્તા, સ્વચ્છતા સહિતના વિવિધ પ્રશ્નો અને સૂચનો રજૂ કર્યા હતા. કલેક્ટરે તમામ રજૂઆતો ગંભીરતાપૂર્વક સાંભળી સંબંધિત વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
📲Get App