🔥 TRENDING સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... LPU Students End 15-Hour NH-44 Blockad... Fire Ravages Tata Showroom in Hyderpor... Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે 'ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર'નો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉપરાંત ગોવાના પ્રવાસન મંત્રી શ્રી રો
Travel

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે 'ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર'નો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉપરાંત ગોવાના પ્રવાસન મંત્રી શ્રી રો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 06 Aug 2026, 04:31 PM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા સાથે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના આપેલ વિચારને સાકાર કરતા TTF-2026માં 900થી વધુ એક્ઝિબિટર્સ તેમજ જુદા-જુદા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે 'ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર'નો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉપરાંત ગોવાના પ્રવાસન મંત્રી શ્રી રોહન ખાઉંટે તથા ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી શ્રી સતપાલ મહારાજની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા સાથે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના આપેલ વિચારને સાકાર કરતા TTF-2026માં 900થી વધુ એક્ઝિબિટર્સ તેમજ જુદા-જુદા રાજ્યોના પ્રવાસન વિભાગો ભાગ લઈ રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ અન્ય મહાનુભાવો સાથે એક્ઝિબિશનની મુલાકાત લઈને વિવિધ રાજ્યોના સ્ટોલ્સ નિહાળ્યા હતા તેમજ તેમણે સ્ટોલ ધારકો સાથે વાતચીત કરીને સબંધિત રાજ્યોની પ્રવાસન પ્રોત્સાહન યોજનાઓ સહિતની વિગતો પણ જાણી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે 2026ના વર્ષને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે ત્યારે તા.6 થી 8 ઓગસ્ટ, 2026 દરમિયાન યોજાઈ રહેલ આ TTF-2026 રાજ્યના પ્રવાસન સ્થળો અને પ્રવાસન વિકાસની તકોને વિશ્વ સમક્ષ વધુ પ્રભાવક રીતે પ્રસ્તુત કરવામાં પ્રેરક બનશે.
📲Get App