🔥 TRENDING Virat Kohli reaches 15,000 ODI runs as... Mehbooba Mufti Meets Mirwaiz Umar Afte... Kohli, Gill guide India to victory in... Congress May Face SP in First Uttar Pr... Virat Kohli Achieves Another Remarkabl... Virat Kohli contributes with bat as In...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સ્થાનિક

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 06 Aug 2026, 01:26 PM 👁 62
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સ્થાનિક

*પ્રેસ નોટ*
*તારીખ: 06/08/2026*
*સ્થળ: દેવગઢબારિયા, જિ. દાહોદ*

*દેવગઢબારિયા બાર એસોસિયેશન દ્વારા અચોક્કસ મુદતની હડતાલ જાહેર*
*હાઇકોર્ટના A4 સાઈઝ અને કોમ્પ્યુટરાઈઝ્ડ અરજીના સર્ક્યુલરના વિરોધમાં વકીલો રોષે ભરાયા*

* નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા. 15/04/2026 ના રોજ બહાર પાડવામાં આવેલ *સર્ક્યુલર નંબર સી-2002/2026* મુજબ તમામ અરજીઓ A4 સાઈઝના પેપર પર, નક્કી કરેલ ફોન્ટમાં અને કોમ્પ્યુટરાઈઝ્ડ જ રજૂ કરવાનો આદેશ તા. 01/08/2026 થી અમલમાં આવ્યો છે. આ સરર્ક્યુલરથી તાલુકા કક્ષાના વકીલો અને પક્ષકારોને પડતી ભારે મુશ્કેલીને ધ્યાને લઈ *દેવગઢબારિયા બાર એસોસિયેશન* દ્વારા આજરોજ *તા. 06/08/2026 થી અચોક્કસ મુદતની હડતાલ* જાહેર કરવામાં આવી છે.


બાર એસોસિયેશનના જણાવ્યા મુજબ આ સર ર્ક્યુલરથી ગ્રામ્ય વિસ્તારના વકીલો અને નાના કેસ ધરાવતા પક્ષકારોને આર્થિક અને ટેકનિકલ રીતે ભારે હાલાકી પડી રહી છે. કોમ્પ્યુટર, પ્રિન્ટર અને નેટની સુવિધાના અભાવે ઘણા વકીલો સમયસર અરજીઓ દાખલ કરી શકતા નથી. જેના કારણે ન્યાયપ્રક્રિયામાં વિલંબ થવાની ભીતિ છે.


આજે બાર એસોસિયેશનની સામાન્ય સભામાં સર્વાનુમતે નીચે મુજબનો ઠરાવ કરવામાં આવ્યો:
1. નામદાર ગુજરાત હાઇકોર્ટ આ સ રર્ક્યુલર પરત ન ખેંચે અથવા તેમાં સુધારો ન કરે ત્યાં સુધી *અચોક્કસ મુદતની હડતાલ* ચાલુ રહેશે.
2. હડતાલના સમયગાળા દરમિયાન દેવગઢબારિયા કોર્ટની કોઈપણ કાર્યવાહીમાં બાર એસોસિયેશનના સભ્યો ભાગ લેશે નહીં.
3. આગામી દિવસોમાં પ્રતીક ઉપવાસ, મૌન આંદોલન અને રેલી જેવા કાર્યક્રમો યોજવામાં આવશે.

આજે હડતાલના પ્રથમ દિવસે બાર એસોસિયેશનના *પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને તમામ સભ્યો* ઉપસ્થિત રહીને કોર્ટ પરિસરમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તમામ વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહીને હડતાલને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો.

બાર એસોસિયેશને *પ્રિન્સિપલ સિવિલ જજશ્રી, દેવગઢબારિયા* ને લેખિત રજૂઆત કરીને આ બાબતે જિલ્લા કોર્ટ અને નામદાર હાઇકોર્ટ સુધી તાત્કાલિક રજૂઆત પહોંચાડવા માંગ કરી હતી, જેથી વકીલોની મુશ્કેલીને ધ્યાને લઈ સર્ક્યુલરમાં જરૂરી સુધારા કરવામાં આવે.

બાર એસોસિયેશને જણાવ્યું કે જ્યાં સુધી વકીલો અને પક્ષકારોની સુવિધાનો વિચાર કરીને હાઇકોર્ટ નિર્ણય ન લે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.
📲Get App