🔥 TRENDING Jeweller Extorted 5 Crore Rupees by Ro... 1)બનાસકાંઠામાં જળસંકટની ચિંતા भगत सिंह की जयंती पर देश भर में श्रद्ध... साहिबगंज में कांग्रेस का पैदल मार्च: न... शेगाव गजानन महाराज संस्थानाकडून एक कोट... टीकरी ग्राम पंचायत में सरपंच पद के लिए...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વાડિયા લૂંટકાંડમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન: ચારેય આરોપીઓને સાથે રાખી પોલીસે સ્થળ પર કરી ઝીણવટભરી તપાસ
Crime

વાડિયા લૂંટકાંડમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન: ચારેય આરોપીઓને સાથે રાખી પોલીસે સ્થળ પર કરી ઝીણવટભરી તપાસ

✍️ Reporter: Amaratbhai D. Gohil 🗓 06 Aug 2026, 08:40 AM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાવ થરાદ જિલ્લો થરાદ તાલુકાના વાડિયા ગામે ભંગારના વેપારીઓ સાથે થયેલી રૂ. 2.88 લાખની લૂંટના ગુનાની તપાસમાં થરાદ પોલીસે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે.

*વાડિયા લૂંટકાંડમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન: ચારેય આરોપીઓને સાથે રાખી પોલીસે સ્થળ પર કરી ઝીણવટભરી તપાસ*

વાવ થરાદ જિલ્લો
થરાદ તાલુકાના વાડિયા ગામે ભંગારના વેપારીઓ સાથે થયેલી રૂ. 2.88 લાખની લૂંટના ગુનાની તપાસમાં થરાદ પોલીસે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. ગુનામાં ઝડપાયેલા ચારેય આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
પોલીસે આરોપીઓ પાસેથી લૂંટની સમગ્ર ઘટનાક્રમની પુનઃરચના કરાવી હતી. જેમાં વેપારીઓને કયા સ્થળે બોલાવવામાં આવ્યા, કેવી રીતે બંધક બનાવી તેમની સાથે મારપીટ કરવામાં આવી, રોકડ રકમની લૂંટ કેવી રીતે ચલાવવામાં આવી અને ત્યારબાદ આરોપીઓ કયા માર્ગે ફરાર થયા તે અંગે સ્થળ પર ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.
રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ અધિકારીઓએ ઘટનાના દરેક તબક્કાની વિગતવાર ચકાસણી કરી જરૂરી પુરાવાઓ એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, લૂંટકાંડની તપાસ હજુ ચાલુ છે. આરોપીઓની અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી છે કે નહીં તેમજ આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા છે કે કેમ તે દિશામાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. થરાદ પોલીસ દ્વારા વૈજ્ઞાનિક પુરાવાઓ અને તકનીકી તપાસના આધારે કેસને વધુ મજબૂત બનાવવા કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.
📲Get App