🔥 TRENDING Bollywood Stars Shine at Global Fashio... BollywoodHungama Releases 337 Photos o... Bollywood Hungama Unveils 10 New Photo... Microdramas Shine at FICCI FRAMES, Mar... Film Bodies Protest 570% BMC Tax Hike,... Swara Bhasker Calls Backlash Over Padm...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરપુર તાલુકાના કોયડમ ગ્રામ પંચાયતનો ગંભીર પ્રશ્ન
Local

વિરપુર તાલુકાના કોયડમ ગ્રામ પંચાયતનો ગંભીર પ્રશ્ન

✍️ Reporter: SAGAR PATEL 🗓 05 Aug 2026, 11:00 PM 👁 87
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો બિસ્માર, અંતિમયાત્રામાં પણ પડે છે ભારે મુશ્કેલી વિરપુર, મહીસાગર: વિરપુર તાલુકાના કોયડમ ગ્રામ પંચાયત વિસ્તારમાં દાંડીયા તરફ આવેલા સ્મશાન સુધી જતો રસ્તો લ

વિરપુર તાલુકાના કોયડમ ગ્રામ પંચાયતનો ગંભીર પ્રશ્ન

સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો બિસ્માર, અંતિમયાત્રામાં પણ પડે છે ભારે મુશ્કેલી

વિરપુર, મહીસાગર:
વિરપુર તાલુકાના કોયડમ ગ્રામ પંચાયત વિસ્તારમાં દાંડીયા તરફ આવેલા સ્મશાન સુધી જતો રસ્તો લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન રસ્તો કાદવ અને પાણીથી ભરાઈ જતાં અંતિમયાત્રા લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે ગ્રામજનોને ખભા પર મૃતદેહ લઈ કાદવ અને પાણીમાંથી પસાર થવાની ફરજ પડે છે.

ગ્રામજનોએ જિલ્લા તંત્ર અને ગ્રામ પંચાયતને તાત્કાલિક સ્મશાન સુધી પેવર બ્લોક અથવા પાકો રસ્તો બનાવવાની માંગ કરી છે, જેથી અંતિમવિધિ માટે જતા લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

સ્થાનિકોની માંગ:
સ્મશાન સુધીનો રસ્તો વહેલી તકે પેવર બ્લોક અથવા સિમેન્ટ કોંક્રિટનો બનાવી આપવામાં આવે અને ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે.
📲Get App