🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાતમાં પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયા સરળ બની, અરજદારોએ હવે પોલીસ સ્ટેશન જવું નહીં પડે
Sarkari Yojana

ગુજરાતમાં પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયા સરળ બની, અરજદારોએ હવે પોલીસ સ્ટેશન જવું નહીં પડે

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 04 Aug 2026, 09:56 PM 👁 70
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહત્વનો નિર્ણય: પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે અરજદારોએ પોલીસ સ્ટેશન જવું નહીં પડે; પોલીસે માત્ર નાગરિકતા અને ગુનાહિત ઇતિહાસની જ ચકાસણી કરવાની રહેશે. ​કડક આદેશ: DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ પોલીસ અધિકારીઓને આ સુધારેલા નિયમોનું કડકપણે પાલન કરવા અને નાગરિકોને બિનજરૂરી ધક્કા ન ખવડાવવા આદેશ આપ્યો છે.

ગાંધીનગર:
રાજ્યના નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ પારદર્શક, ઝડપી અને સુગમ બનાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા (DGP) શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ પોલીસ સ્ટેશનો અને ઉચ્ચ અધિકારીઓને આ અંગેના કડક દિશા-નિર્દેશો જાહેર કર્યા છે.
​મુખ્ય સુધારાઓ અને સૂચનાઓ:
​પોલીસ સ્ટેશને જવામાંથી મુક્તિ: પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે અરજદારે બિનજરૂરી રીતે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ જવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં.
​મર્યાદિત ચકાસણી: પોલીસ વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા (Citizenship) અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસ (Criminal Background) ની જ ચકાસણી કરવાની રહેશે.
​સરનામાની અલગ ચકાસણી નહીં: પોલીસે અરજદારના રહેઠાણના સરનામાની અલગથી ચકાસણી કરવાની કે અરજદારની રૂબરૂ સહી લેવાની જરૂર રહેશે નહીં.
​અપવાદરૂપ કિસ્સાઓ: જો પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય કે વધુ ખરાઈ કરવાની જરૂર લાગે, તો જ પોલીસ અરજદારના ઘરની મુલાકાત લેશે. જોકે, આ કિસ્સામાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવી શકાશે નહીં.
​DGP શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ પોલીસ અધિકારીઓને આ આદેશોનું કડકપણે પાલન કરવા નિર્દેશ આપ્યો છે. સાથોસાથ, રાજ્યના નાગરિકોને આ નિયમોથી માહિતગાર થઈ બિનજરૂરી પ્રક્રિયા કે હાલાકીથી બચવા અપીલ કરવામાં આવી છે.
📲Get App