🔥 TRENDING Ironing Iron: More Than Just Clothes—H... BJP Accuses Rahul Gandhi of Plotting t... Former Indian Cricketer Vinod Kambli R... Delhi Minister Slaps Youth Claiming AA... The Tribune Highlights User Search for... Punjab University Protest Sparks Fires...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલીમાં 'નારી વંદન સપ્તાહ' અંતર્ગત ‘મહિલા સ્વરોજગાર મેળો’ યોજાયો: ૫૦૦ જેટલી મહિલાઓની ઉત્સાહભેર ઉપસ્થિતિ
Local

અમરેલીમાં 'નારી વંદન સપ્તાહ' અંતર્ગત ‘મહિલા સ્વરોજગાર મેળો’ યોજાયો: ૫૦૦ જેટલી મહિલાઓની ઉત્સાહભેર ઉપસ્થિતિ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 04 Aug 2026, 07:06 PM 👁 69
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીમાં 'નારી વંદન સપ્તાહ' અંતર્ગત ‘મહિલા સ્વરોજગાર મેળો’ યોજાયો: ૫૦૦ જેટલી મહિલાઓની ઉત્સાહભેર ઉપસ્થિતિ

અમરેલી તા. ૦૪ ઓગસ્ટ, ૨૦૨૬ -
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા તા. ૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન આયોજિત "નારી વંદન સપ્તાહ" અંતર્ગત અમરેલી ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-અમરેલીના સંયુક્ત ઉપક્રમે 'મહિલા સ્વાવલંબન દિવસ' નિમિત્તે વિશેષ ‘મહિલા સ્વરોજગાર મેળો’ યોજાયો હતો.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડીયા અધ્યક્ષસ્થાને આયોજિત આ મેળામાં મહિલાઓને આજીવિકા પૂરી પાડવા માટે ક્રેડિટ એક્સેસ ગ્રામીણ લી., આલ્ફા ઓટોલિંક એલ.એલ.પી., LIC, શીતલ ફૂડ પ્રોડક્ટ્સ, HDFC લાઈફ ઇન્સ્યોરન્સ અને સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ જેવી નામાંકિત સંસ્થાઓ નોકરીદાતા તરીકે જોડાઈ હતી.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીકરી વધામણા કીટ, વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ, શૈક્ષણિક કીટ અને મહિલા સ્વાવલંબન સબસિડી ચેકોનું વિતરણ કરીને મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ સ્વરોજગાર મેળામાં અમરેલી જિલ્લાની આશરે ૫૦૦ જેટલી રોજગાર વાંચ્છુક યુવતીઓ અને મહિલાઓએ ભાગ લઈને આત્મનિર્ભરતા તરફ પ્રયાણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા, હોદ્દેદાર શ્રી જયાબેન ગેલાણી, આઈ.ટી.આઈ. અમરેલીના પ્રિન્સિપાલ શ્રી તેજલબેન ભટ્ટ, લીડ બેંક મેનેજર શ્રી રોનકભાઈ તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આસિસ્ટન્ટ કમિશનર શ્રી જેતપુરાભાઈ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App