🔥 TRENDING Mohammad Kaif says youth can learn fit... India Ascends as Global News Hub, Says... IMD Issues Red Alert for Uttarakhand A... APCC Delegation to Inspect SUMP Sites,... Jammu Kashmir Hajj Committee Allocates... Jammu & Kashmir Govt Names Inquiry Off...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાધનપુર તાલુકાના ગામડાઓમાં દયનિય સ્થિતિ, તાત્કાલિક સહાયની માંગ
Local

રાધનપુર તાલુકાના ગામડાઓમાં દયનિય સ્થિતિ, તાત્કાલિક સહાયની માંગ

✍️ Reporter: Dhaval Pandya 🗓 04 Aug 2026, 10:48 AM 👁 62
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાધનપુર તાલુકાના પોરાણા ગામે સ્થાનિક નેતાઓએ જનજીવનની મુશ્કેલીઓ અંગે સરકારને રજુઆત કરી છે.

રાધનપુર તાલુકાના ગામડાઓમાં હાલ દયનિય સ્થિતિ જોવા મળી રહી છે. આજે પોરાણા ગામે તાલુકા પ્રમુખ ભેમાજી ઠાકોર, દેવાજી ઠાકોર, અમથુંબા ઠાકોર, વિક્રમભાઈ ઠાકોર, અરજણભાઈ રાવળ અને માનાભાઈ ઠાકોર સહિતના સ્થાનિક નેતાઓએ વિવિધ વિસ્તારોમાં ઘરોમાં ભરાયેલા પાણી અને જનજીવનની મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી હતી.

આ નેતાઓએ તાત્કાલિક ધોરણે લોકોની સહાય માટે સરકારને રજુઆત કરી છે. તેમણે જણાવ્યું કે, ગામની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સહાય આપવાની જરૂર છે.

વિપક્ષી સભ્ય જયાબેન ઠાકોરે રાધનપુર નગરપાલિકા વોર્ડ-૧ દ્વારા પણ આ મુદ્દે રજુઆત કરી છે, જેમાં તેમણે થયેલ નુકશાનનું વળતર આપવાની માંગ કરી છે. સ્થાનિક લોકોની મુશ્કેલીઓ અને નુકશાનને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
📲Get App