🔥 ट्रेंडिंग मोहम्मद कैफ़ ने कहा, युवाओं को विराट क... इंडिया बन गया विश्व समाचार का केंद्र,... आईएमडी ने उट्ट्राखण्ड में लाल चेतावनी... एपीसीसी का दल सुम्प साइटों पर जाँच के... जम्मू कश्मीर हज समिति ने 2027 निजी हज... जम्मू-कश्मीर सरकार ने पूर्व लड़की स्कू...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
👮‍♀️ **ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ** ખાતે સંસ્થાના પ્રિન્સિપાલ **ડૉ. લીના પાટીલ સાહેબ**ના માર્ગદર્શન હેઠળ પોલીસ પરિવારના બાળકોના સર્વાંગી વિકાસ માટે

👮‍♀️ **ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ** ખાતે સંસ્થાના પ્રિન્સિપાલ **ડૉ. લીના પાટીલ સાહેબ**ના માર્ગદર્શન હેઠળ પોલીસ પરિવારના બાળકોના સર્વાંગી વિકાસ માટે

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 02 अग. 2026, 05:26 PM 👁 85
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
👮‍♀️ **ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ** ખાતે સંસ્થાના પ્રિન્સિપાલ **ડૉ. લીના પાટીલ સાહેબ**ના માર્ગદર્શન હેઠળ પોલીસ પરિવારના બાળકોના સર્વાંગી વિકાસ માટે **સ્કિલ ડેવલોપમેન્ટ અને નેતૃત્વ તાલીમ કાર્યક્રમ**નો આજે શુભ પ્રારંભ કરવામાં આવ્યો.

📚 દર રવિવારે સવારે 8:00 થી 9:00 વાગ્યા સુધી યોજાનારા આ કાર્યક્રમમાં બાળકોના વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ ક્ષમતા, આત્મવિશ્વાસ, સંવાદ કૌશલ્ય, સર્જનાત્મકતા, ટીમવર્ક અને જીવન મૂલ્યોના વિકાસ માટે વિવિધ પ્રેરણાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

કાર્યક્રમનું ઉદ્ઘાટન ડૉ. લીના પાટીલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે પોલીસ પરિવારના 40થી વધુ બાળકો તથા તેમના વાલીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમના હેતુ, આયોજન અને બાળકોના ભવિષ્ય ઘડવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી.

આ પહેલ માત્ર તાલીમ કાર્યક્રમ નથી, પરંતુ બાળકોમાં સારા સંસ્કાર, નેતૃત્વ, જવાબદારી અને રાષ્ટ્રસેવાની ભાવના વિકસાવવાનો એક મજબૂત પ્રયાસ છે.

“આજના સંસ્કારી અને કુશળ બાળકો જ આવતીકાલના જવાબદાર નાગરિક બનશે.”
📲Get App