🔥 TRENDING त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th... Bank of Maharashtra Stock Sees RSI Tre...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજ રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, હિંમતનગર ખાતે *"નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત"*

આજ રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, હિંમતનગર ખાતે *"નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત"*

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 02 Aug 2026, 02:42 PM 👁 60
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજ રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, હિંમતનગર ખાતે *"નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત"* અંતર્ગત BAPS ના યુવા-યુવતીઓનું સંમેલન થયું હતું. જેમાં શરૂઆતમાં સ્તુતિવંદના બાદ મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય મંગલપુરુષ સ્વામીએ વ્યસનમુક્ત જીવન અંગે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમની શુભ શરૂઆત આમંત્રિત મહેમાનોના સ્વાગત અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. વિકસિત ભારતના આ કાર્યક્રમમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના સંસદસભ્ય શ્રીમતી શોભનાબેન બારૈયા, શ્રી બીપીનભાઈ ઓઝા મહામંત્રી બીજેપી સાબરકાંઠા જિલ્લા, શ્રી મહેશભાઈ ચૌધરી જિલ્લા રમત ગમત અધિકારી સાબરકાંઠા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા યુવા પેઢીને સંબોધી નશામુક્ત અને સશક્ત ભારત માટે આહ્વાન કર્યું હતું. આ પ્રોગ્રામના અંતે કોઠારી પૂજ્ય મંગલપુરુષ સ્વામીએ સૌને નશામુક્ત રહેવા માટે પ્રતિજ્ઞા કરાવી હતી.
📲Get App