🔥 TRENDING ಚಿತ್ರದುರ್ಗದಲ್ಲಿ ಹಿಂದೂ ಮಹಾಗಣಪತಿ ಮಹೋತ್ಸವ... રાજકોટ: સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર... ఆదిలాబాద్: ప్రజావాణి అర్జీలను సత్వరం ప... सरपंच पद के लिए चुनाव की सरगर्मी तेज નારેશ્વર-પાલેજ રોડની બિસ્માર હાલત: સ્થ... BADLAO FOUNDATION
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
*થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી યુવક-યુવતીની લાશો મળી આવતા ચકચાર*
Local

*થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી યુવક-યુવતીની લાશો મળી આવતા ચકચાર*

✍️ Reporter: Amaratbhai D. Gohil 🗓 02 Aug 2026, 12:01 PM 👁 87
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચુડમેર પુલ નજીક ફાયર વિભાગે બંને મૃતદેહ બહાર કાઢ્યા;

* Need 24 News અમરત ડી. ગોહિલ*

*થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી યુવક-યુવતીની લાશો મળી આવતા ચકચાર*

ચુડમેર પુલ નજીક ફાયર વિભાગે બંને મૃતદેહ બહાર કાઢ્યા;

ઓળખ ન મળતાં પોલીસે તપાસ હાથ ધરી
આજરોજ વહેલી સવારે અંદાજે 6:55 કલાકે થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી કે થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં ચુડમેર પુલ નજીક એક યુવક અને યુવતીના મૃતદેહ તરતી હાલતમાં જોવા મળ્યા છે. જાણ મળતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને ભારે જહેમત બાદ બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા.
મૃતદેહોની પ્રાથમિક તપાસ દરમિયાન કોઈપણ પ્રકારના ઓળખપત્ર કે ઓળખ સાબિત કરી શકે તેવા પુરાવા મળી આવ્યા નહોતા. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ થરાદ પોલીસને કરવામાં આવી હતી. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની પ્રક્રિયા માટે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક તબક્કે બંનેના મોતનું કારણ સ્પષ્ટ થયું નથી. યુવક અને યુવતીની ઓળખ સ્થાપિત કરવા તેમજ ઘટના અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર બની છે કે કેમ તે દિશામાં થરાદ પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે
📲Get App