🔥 ट्रेंडिंग નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... ट्रम्प ने इरान पर पूर्व-मध्यकालीन हमलो... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... विक्रम मिसरी ने यूएस कांग्रेस प्रतिनिध... भारत को अमेरिका और चीन के बीच कूटनीतिक... राजनीतिक संघर्ष तेज, चुनाव आयोग प्रमुख...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જૂનાગઢ મનપાની ઘોર લાપરવાહી: આઝાદ ચોકમાં બિસ્માર રસ્તાને કારણે વધુ એક અકસ્માત, તંત્રની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો!
स्थानीय

જૂનાગઢ મનપાની ઘોર લાપરવાહી: આઝાદ ચોકમાં બિસ્માર રસ્તાને કારણે વધુ એક અકસ્માત, તંત્રની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો!

✍️ रिपोर्टर: Chauhan sanjaybhai 🗓 03 जुल. 2026, 12:40 PM 👁 146
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જૂનાગઢ:
ગુજરાતનું ઐતિહાસિક શહેર જૂનાગઢ હાલમાં સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે કે પછી અકસ્માતોનું હબ બની રહ્યું છે? તેવો સવાલ અત્યારે જૂનાગઢની જનતા પૂછી રહી છે. જૂનાગઢના વ્યસ્ત ગણાતા આઝાદ ચોક વિસ્તારમાંથી તંત્રની પોલ ખોલતો એક વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહાનગરપાલિકાની તકલાદુ કામગીરીને કારણે વધુ એક નિર્દોષ વાહનચાલક અકસ્માતનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે.
જૂનાગઢના આઝાદ ચોક વિસ્તારમાં રસ્તા પર સર્જાયેલા ખાડા બિસ્માર હાલતને કારણે એક બાઈક ચાલક અચાનક રોડ પર ખાબક્યો હતો
આ સમગ્ર ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં એક ચોંકાવનારો નજારો પણ જોવા મળ્યો હતો. બાઈક ચાલક જ્યારે રસ્તા પર પટકાયો, ત્યારે જ તેની બિલકુલ બાજુમાંથી પોલીસની 112 પસાર થઈ હતી. પરંતુ કાયદો અને વ્યવસ્થાની રક્ષા કરતી આ પોલીસ કાર અકસ્માતનો ભોગ બનેલા નાગરિકની મદદ માટે એક સેકન્ડ પણ રોકાઈ નહોતી અને ત્યાંથી સીધી પસાર થઈ ગઈ હતી. જેને પગલે સ્થાનિક લોકોમાં તંત્ર અને પોલીસની માનવતા સામે પણ રોષ જોવા મળી રહ્યો છે.
આ અકસ્માત બાદ સ્થાનિક નાગરિકો અને સોશિયલ મીડિયા યુઝર્સ જૂનાગઢ મહાનગરપાલિકા (મનપા) સામે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે અને તીખા સવાલો પૂછી રહ્યા છે!
📲Get App