🔥 TRENDING Pakistan Reaches Semifinals After Play... Haryana CM Nayab Singh Saini Honors St... Mobile Message Sparks Student Anger, D... Ujjain Muslims Protest Road Widening T... धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Khabarhub Publishes Economic Digest Sn...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જન્મદિન નિમિત્તે વિશાલ વસાવા દ્વારા સેવાકાર્યની અનોખી પહેલ

જન્મદિન નિમિત્તે વિશાલ વસાવા દ્વારા સેવાકાર્યની અનોખી પહેલ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 02 Aug 2026, 11:46 AM 👁 65
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સુરજીપુરા ગામમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે માનવતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.

ગઈકાલે ભારે વરસાદને પગલે સુરજીપુરા ગામમાં ૧૫થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતાં અસરગ્રસ્ત પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘરોમાં પાણી ભરાઈ જતા અનેક પરિવારોને જીવન જરૂરી વસ્તુઓની જરૂરિયાત ઊભી થઈ હતી.

આવી મુશ્કેલ ઘડીમાં સહાયનો હાથ લંબાવતા માજી તાલુકા પંચાયત પ્રમુખશ્રી રમેશભાઈ વસાવાના પુત્ર વિશાલભાઈ વસાવા દ્વારા પોતાના જન્મદિન નિમિત્તે સુરજીપુરા ગામના પૂર અસરગ્રસ્ત પરિવારોને અનાજ એટલે કે રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જન્મદિનની ખુશીને સેવાકાર્ય સાથે જોડીને વિશાલભાઈ વસાવાએ અસરગ્રસ્ત પરિવારોની મદદ કરી હતી. પરિવારોના આશીર્વાદ અને ચહેરા પરનું સ્મિત તેમના માટે જન્મદિનની સૌથી અમૂલ્ય ભેટ બની રહ્યું હતું.

આ સેવાકાર્ય દ્વારા મુશ્કેલીના સમયમાં માનવતા, સહકાર અને સમાજ પ્રત્યેની જવાબદારીનો સુંદર સંદેશ આપવામાં આવ્યો છે.

સેવા એ જ સાચી સાધના અને માનવતા એ જ જીવનની સાચી ઓળખ છે.
📲Get App