🔥 TRENDING Bollywood Stars Shine at Global Fashio... BollywoodHungama Releases 337 Photos o... Bollywood Hungama Unveils 10 New Photo... Microdramas Shine at FICCI FRAMES, Mar... Film Bodies Protest 570% BMC Tax Hike,... Swara Bhasker Calls Backlash Over Padm...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભારે વરસાદથી કંથરપુરા–રેગણ માર્ગ પર નાળાનું ધોવાણ, ગ્રામજનોમાં ચિંતા

ભારે વરસાદથી કંથરપુરા–રેગણ માર્ગ પર નાળાનું ધોવાણ, ગ્રામજનોમાં ચિંતા

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 01 Aug 2026, 03:12 PM 👁 103
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરાથી રેગણ ગામને જોડતા માર્ગ પર ભારે વરસાદના કારણે કંથરપુરા નજીક આવેલા કોતરમાંથી પાણીના ભારે પ્રવાહથી નાળાનું ધોવાણ થયું છે. જેના કારણે રસ્તાની સાઇડ ધસી રહી છે અને માર્ગ બંધ થવાનો ભય સર્જાયો છે.
આ માર્ગ બંધ થાય તો રેગણ કોલોની, રેગણ, વાસણ, વાસણ કોલોની અને વિરપુર સહિતના ગામોના લોકો માટે અવરજવરમાં ભારે મુશ્કેલી ઊભી થઈ શકે છે. ખાસ કરીને શાળા જતા વિદ્યાર્થીઓ, નોકરી-ધંધા માટે જતા લોકો તેમજ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ગ્રામજનોએ સંબંધિત વિભાગને તાત્કાલિક સ્થળની તપાસ કરી નાળાનું મજબૂત સમારકામ કરાવવા તેમજ ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય તે માટે કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે.
📲Get App