🔥 ट्रेंडिंग खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... टेलर स्विफ्ट ने VMAs 2026 में शीर्ष पु... अडम ब्रॉडी ने ‘फ्री पॅलेस्टाईन’ का समर... टेलर स्विफ्ट ने MTV VMAs 2026 में वीडि... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સગર્ભા મહિલાઓનું સુરક્ષિત સ્થળાંતર

નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સગર્ભા મહિલાઓનું સુરક્ષિત સ્થળાંતર

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 31 जुल. 2026, 02:12 PM 👁 77
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે ગરુડેશ્વર તાલુકાના પૂરપ્રવણ વિસ્તારોમાં રહેતી સગર્ભા મહિલાઓનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે.
આ કામગીરી અંતર્ગત ફૂલવાડી, ગરુડેશ્વર, સાંજરોલી, પાનતલાવડી, ધીરખાડી, અક્તેશ્વર અને જેતપુર ગામોની સગર્ભા બહેનોને આરોગ્ય કર્મચારીઓની દેખરેખ હેઠળ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા નજીકના આરોગ્ય કેન્દ્રોમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવી છે.
જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે કે ભારે વરસાદ અને સંભવિત પૂર જેવી પરિસ્થિતિમાં સગર્ભા મહિલાઓને સમયસર સારવાર અને પ્રસૂતિ સંબંધિત સેવાઓ ઉપલબ્ધ રહે તે માટે આ પૂર્વ સાવચેતીરૂપ પગલું લેવામાં આવ્યું છે.
જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને અફવાઓથી દૂર રહી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા તેમજ કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં આરોગ્ય વિભાગ અને તંત્રનો સંપર્ક કરવા અપીલ કરી છે.
📲Get App