🔥 TRENDING ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલીના તરકતળાવ ગામે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રેરક માર્ગદર્શન અપાયું

કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ :  ૭૫થી વધુ ખેડૂતો જોડાયાં

અમરેલીના તરકતળાવ ગામે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રેરક માર્ગદર્શન અપાયું કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ : ૭૫થી વધુ ખેડૂતો જોડાયાં

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 30 Jul 2026, 09:48 AM 👁 74
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીના તરકતળાવ ગામે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રેરક માર્ગદર્શન અપાયું

કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ : ૭૫થી વધુ ખેડૂતો જોડાયાં

અમરેલી તા.૨૯ જુલાઈ, ૨૦૨૬ -
અમરેલીના તરકતળાવ ગામે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે એક વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી ખાતેની કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ દ્વારા આયોજિત આ તાલીમમાં ખાસ ખરીફ ઋતુ પાક નિદર્શન અને મિશ્ર પાક પદ્ધતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ૭૫થી વધુ ખેડૂતો જોડાયા હતા.

આ કાર્યક્રમ દરમિયાન કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. કે.વી.ચૌધરી, ડૉ. જે.આર.ડામોર અને કુ.આ૨.એચ.વઘાસિયા તેમજ ખેતી અધિકારી શ્રી એચ.વી.વળિયા અને ખેતી મદદનીશ શ્રી એસ. એ. બારડ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો અને તેની ઉપયોગિતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાલીમમાં પ્રાકૃતિક ખેતીની સંકલ્પના, રાસાયણિક, સેન્દ્રિય અને પ્રાકૃતિક ખેતી વચ્ચેના તફાવતો તેમજ વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતીની વધતી જતી આવશ્યકતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વધુમાં પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભો બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાપસા અને મિશ્ર પાક આધારિત ખેતી વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ગુણવત્તા સુધારવા, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવા, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યનું સંરક્ષણ કરવા તેમજ ખેતીને વધુ ટકાઉ બનાવવાના માર્ગો અંગે પણ માહિતગા૨ ક૨વામાં આવ્યા હતા.

ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના કુલપતિ પ્રો.સી.કે.ટીંબડિયાના માર્ગદર્શન હેઠળ તથા કોલેજના આચાર્યશ્રી ડૉ. એસ.પી.દેશમુખના નેતૃત્વમાં આ તાલીમમાં ખરીફ ઋતુમાં મિશ્રપાક પદ્ધતિના મહત્વ પર વિશેષ પ્રકાશ પાડતાં વિવિધ પાકોના સંયોજનથી જમીનની ફળદ્રુપતા જાળવવી, જીવાત અને રોગોના ઉપદ્રવને નિયંત્રિત ક૨વો, કુદ૨તી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ ક૨વો અને ખેડૂતોની આવકમાં વધારો ક૨વાના મુદ્દાઓ સમજાવવામાં આવ્યા હતા. ઉપરાંત કુદરતી જીવાત નિયંત્રણ અને પાક સંરક્ષણ માટેના સ૨ળ ઉપાયો અંગે પણ ખેડૂતોને માહિતગા૨ ક૨વામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી યોજાઈ હતી, જેમાં પ્રાકૃતિક ખેતી સંબંધિત વિવિધ પ્રશ્નોના નિરાકરણ સાથે વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અંતમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી સ્વસ્થ, પર્યાવરણમૈત્રી અને આર્થિક રીતે ફાયદારૂપ ખેતી તરફ આગળ વધવાની અપીલ ક૨વામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમ ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે વિશ્વાસ વધારવા અને ટકાઉ કૃષિ વિકાસને પ્રોત્સાહન આપવા માટે અસરકારક સાબિત થયો હતો.
📲Get App