🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ આદિજાતિધામ લુસડિયા ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણીમાં સહભાગી થયા*
---
*ગુરુપૂર્ણિમાના પાવન અવસરે આદિજાતિઓના સંત સુરમલદાસજીની સમાધિના ભક્તિભાવપૂર્વક દર્શન અને લુસડિયા ધામના સંતોનું સન્માન કર્યું*
-
Travel

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ આદિજાતિધામ લુસડિયા ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણીમાં સહભાગી થયા* --- *ગુરુપૂર્ણિમાના પાવન અવસરે આદિજાતિઓના સંત સુરમલદાસજીની સમાધિના ભક્તિભાવપૂર્વક દર્શન અને લુસડિયા ધામના સંતોનું સન્માન કર્યું* -

✍️ Reporter: Pandor Sanjaybhai Bhalabhai 🗓 29 Jul 2026, 05:58 PM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુપૂર્ણિમા પર્વે અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના સુપ્રસિદ્ધ લુસડિયાધામ ખાતે સંત સુરમલદાસજીની સમાધિના દર્શન કર્યા હતા. આદિજાતિઓના સુપ્રસિદ્ધ સંત સુરમલદાસજીની સમાધિ, ધુણો તથા રામદેવપીરની પ્રતિમાના ભક્તિભાવપૂર્વક દર્શન કરીને તેમણે ધન્યતા અનુભવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગુરુપૂર્ણિમા પર્વે સંત સુરમલદાસજીની છઠ્ઠી પેઢીના વારસદાર સંતોનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. લુસડિયા ધામના સંતોએ મુખ્યમંત્રીશ્રીને સંત સુરમલદાસજીની તસવીર આપીને શુભાશિષ પાઠવ્યા હતા. લુસડિયા ધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડી.એમ. ભોઈએ સંતશ્રી અને સમાધિની કથા વર્ણવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે લુસડિયા ધામે આવેલા સંતો અને ભક્તજનોનું અભિવાદન ઝીલીને તેમની સાથે સંવાદ સાધ્યો હતો.

ગુરુપૂર્ણિમા એ ગુરુ-શિષ્ય પરંપરાના મહત્ત્વને દર્શાવતું પવિત્ર પર્વ છે. ગુજરાત અને રાજસ્થાનના આદિજાતિ વિસ્તારોના હજારો લોકો ગુરુપૂર્ણિમા નિમિત્તે લુસડીયા ધામમાં સંત સુરમલદાસજીની સમાધિના દર્શન કરવા અને ગુરુજનોના આશીર્વાદ લેવા આવે છે.

મુખ્યમંત્રીશ્રી પણ આ ગુરૂપૂર્ણિમાએ લુસડિયાધામના દર્શને ગયા હતા અને આદિજાતિ પરિવારો સાથે ગુરુપૂર્ણિમા ઉત્સવના ભક્તિમય માહોલમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીશ્રીની સંત સમાધિ સ્થળની મુલાકાત સમયે આદિજાતિ વિકાસ તથા અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી શ્રી પી.સી. બરંડા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી ભીખુસિંહ પરમાર, ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, પૂર્વ સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મયૂરભાઈ પટેલ, રાજકીય અગ્રણી શ્રી ભીખાજી ઠાકોર સહિતના રાજકીય -સામાજિક અગ્રણીઓ, જિલ્લા કલેકટર શ્રી મિલિન્દ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મહેક જૈન સહિત જિલ્લાના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App