🔥 ट्रेंडिंग खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... टेलर स्विफ्ट ने VMAs 2026 में शीर्ष पु... अडम ब्रॉडी ने ‘फ्री पॅलेस्टाईन’ का समर... टेलर स्विफ्ट ने MTV VMAs 2026 में वीडि... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુરુપૂર્ણિમા નિમિત્તે વાલ્મિકી આશ્રમના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

ગુરુપૂર્ણિમા નિમિત્તે વાલ્મિકી આશ્રમના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 29 जुल. 2026, 02:04 PM 👁 77
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં આવેલ વાલ્મિકી આશ્રમ ખાતે વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.
વિશ્વ હિન્દુ પરિષદના અનિરુદ્ધસિંહ ગોહિલ અને સ્થાનિક ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે આશ્રમના વિદ્યાર્થીઓને નોટબુક, પેન અને કંપાસ સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે મહાનુભાવોએ ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવતાં જણાવ્યું કે ગુરુનું સ્થાન જીવનમાં સર્વોચ્ચ છે અને ગુરુના માર્ગદર્શનથી જ વ્યક્તિ સફળતાના શિખરો સર કરી શકે છે. તેમણે વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ, શિસ્તબદ્ધ જીવન તેમજ માતા-પિતા અને ગુરુજનોના સન્માન માટે પ્રેરિત કર્યા.
શૈક્ષણિક સામગ્રી પ્રાપ્ત થતાં વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આશ્રમના સંચાલકોએ ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરી સમાજના સક્ષમ લોકોને શિક્ષણ ક્ષેત્રે આવા સેવાકીય કાર્યોમાં સહભાગી બનવા અપીલ કરી.
ગુરુપૂર્ણિમાના આ પવિત્ર અવસરે યોજાયેલા આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે નવી પ્રેરણા અને આત્મવિશ્વાસનો સંચાર થયો.
📲Get App