🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આધાર ઓપરેટર અને વચેટિયા સામે એ.સી.બી.નો સફળ ડીકોય ટ્રેપ: રૂ. ૩,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા
Crime

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આધાર ઓપરેટર અને વચેટિયા સામે એ.સી.બી.નો સફળ ડીકોય ટ્રેપ: રૂ. ૩,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 29 Jul 2026, 12:44 AM 👁 65
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એ.સી.બી. ભાવનગરના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી ટી.એસ.રીઝવીને ચોક્કસ હકીકત મળેલ હતી કે, મંત્રેશ કોમ્પલેક્ષ સામે 'સદ્દગુરુ ઓનલાઇન સર્વિસ' ચલાવતો અશ્વિન બાંભણિયા (ખાનગી વ્યક્તિ) લોકોના આધાર કાર્ડ તથા પાનકાર્ડ કાઢવા અને તેમાં સુધારા-વધારા કરવાનું કામ કરે છે. તે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આધાર ઓપરેટર સાથે મિલિભગત રચીને આધાર કાર્ડમાં સુધારા-વધારા કરી આપવાના બહાને નાગરિકો પાસેથી રૂ. ૨,૦૦૦ થી ૩,૦૦૦ સુધીની ગેરકાયદેસર લાંચની રકમ પડાવતો હતો.

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આધાર ઓપરેટર અને વચેટિયા સામે એ.સી.બી.નો સફળ ડીકોય ટ્રેપ: રૂ. ૩,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના આધાર કાર્ડ સેન્ટરમાં આધાર કાર્ડમાં સુધારા-વધારા કરવા માટે ગેરકાયદેસર રીતે રૂ. ૨,૦૦૦ થી ૩,૦૦૦ ની લાંચ વસૂલવાના ચાલતા કૌભાંડનો એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. એ.સી.બી. ભાવનગરની ટીમે સફળ ડીકોય ટ્રેપ ગોઠવી આધાર ઓપરેટર અને તેના વચેટિયાને રૂ. ૩,૦૦૦ ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.
​ઘટનાની વિગત:
​એ.સી.બી. ભાવનગરના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી ટી.એસ રીઝવીને ચોક્કસ હકીકત મળેલ હતી કે, મંત્રેશ કોમ્પલેક્ષ સામે 'સદ્દગુરુ ઓનલાઇન સર્વિસ' ચલાવતો અશ્વિન બાંભણિયા (ખાનગી વ્યક્તિ) લોકોના આધાર કાર્ડ તથા પાનકાર્ડ કાઢવા અને તેમાં સુધારા-વધારા કરવાનું કામ કરે છે. તે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આધાર ઓપરેટર સાથે મિલિભગત રચીને આધાર કાર્ડમાં સુધારા-વધારા કરી આપવાના બહાને નાગરિકો પાસેથી રૂ. ૨,૦૦૦ થી ૩,૦૦૦ સુધીની ગેરકાયદેસર લાંચની રકમ પડાવતો હતો.
​આ માહિતીના આધારે એ.સી.બી.ની ટીમે તારીખ ૨૮/૦૭/૨૦૨૬ ના રોજ આખલોલ જકાતનાકા પાસે આવેલી ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પશ્ચિમ ઝોનની ઓફિસના આધાર કાર્ડ સેન્ટર ખાતે ડીકોય ટ્રેપનું આયોજન કર્યું હતું. આ કામગીરી દરમિયાન આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણું કરી રૂ. ૩,૦૦૦ ની લાંચની માગણી કરી સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેમને ઝડપી લીધા હતા.
*​આરોપીઓની વિગત:*
​૧. વિજય ભરતભાઈ ડાભી (ઉં.વ. ૨૮)
હોદ્દો: આધાર ઓપરેટર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (પશ્ચિમ ઝોન)
રહેવાસી: તરસમિયા રોડ, બાપાસીતારામ સોસાયટી, ભાવનગર
​૨. અશ્વિન બાંભણિયા (ખાનગી વ્યક્તિ)
રહેવાસી: સદ્દગુરુ ઓફિસ, મંત્રેશ કોમ્પલેક્ષ સામે, ભાવનગર
​ડીકોયની માહિતી:
​ફરિયાદી (સરકાર તરફે): શ્રી ટી.એસ.રીઝવી, પોલીસ ઈન્સ્પેક્ટર, એ.સી.બી. ભાવનગર
​ડીકોયની તારીખ: ૨૮/૦૭/૨૦૨૬
​ડીકોયનું સ્થળ: આધાર કાર્ડ સેન્ટર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પશ્ચિમ ઝોન ઓફિસ, આખલોલ જકાતનાકા, ભાવનગર
​માગણી / સ્વીકારેલ / રિકવર કરેલ રકમ: રૂ. ૩,૦૦૦/- (પૂરા રિકવર કરવામાં આવ્યા છે)
​એ.સી.બી. દ્વારા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App