🔥 ट्रेंडिंग આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને વે... कटिहार जिला स्थापना दिवस: प्रभातफेरी स... વડોદરાના કમાટીબાગમાં 'સેવા સર્કલ'નું ન... ಚಿತ್ರದುರ್ಗದಲ್ಲಿ ಹಿಂದೂ ಮಹಾ ಗಣಪತಿ ವಿಸರ್ಜ... ઓખા: ભારતીય રેલ્વેનું પશ્ચિમ છેડાનું ઐ... किशनगंज: डंपर की चपेट में बाइक सवार, ए...
04 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખાંભા નજીક પાંચ સિંહોના હુમલા બાદ ભેંસોએ જ સિંહોને ભગાડ્યા

ખાંભા નજીક પાંચ સિંહોના હુમલા બાદ ભેંસોએ જ સિંહોને ભગાડ્યા

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 28 जुल. 2026, 07:02 PM 👁 90
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખાંભા નજીક પાંચ સિંહોના હુમલા બાદ ભેંસોએ જ સિંહોને ભગાડ્યા

​સિંહોએ મારણ કર્યું પણ ભેંસોએ એવું કર્યું કે સિંહો ભાગ્યા

​અમરેલી:
​અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઈંગોરાળા ગામની સીમમાં પાંચ સિંહોએ ભેંસોના ટોળા પર હુમલો કરી એક ભેંસનું મારણ કર્યું હતું. જોકે ત્યારબાદ ભેંસોના ટોળાએ એકજૂથ થઈને સિંહોનો સામનો કરતા પાંચેય સિંહોને ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
​ઈંગોરાળા ગામ નજીક સીમ વિસ્તારમાં ચરતા ભેંસોના ટોળા પર પાંચ સિંહોએ અચાનક હુમલો કર્યો હતો. સિંહોએ એક ભેંસનો શિકાર કરવામાં સફળતા મેળવી હતી, પરંતુ ત્યારબાદ ટોળામાં રહેલી અન્ય ભેંસોએ ભાગી જવાને બદલે એકજૂથ થઈ સિંહ સામે મોરચો માંડ્યો હતો.
​ભેંસો સિંહોની પાછળ દોડતાં પાંચેય સિંહ શિકાર છોડીને ત્યાંથી દૂર ભાગી ગયા હતા. .
📲Get App