🔥 TRENDING पीलीभीत में हर बुधवार गौशालाओं में चले... રાજકોટમાં નવરાત્રિ પહેલા 'સળગતી ઈંઢોણી... राजस्थान में चुनाव कब निधारित किया गया... केंद्रीय गृह मंत्री अमित शाह भोपाल पहु... Drishyam: The Conclusion: શું વિજય સાલ... વડોદરા: ગંભીર અકસ્માતમાં ગર્ભવતી મહિલા...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખાંભા નજીક પાંચ સિંહોના હુમલા બાદ ભેંસોએ જ સિંહોને ભગાડ્યા

ખાંભા નજીક પાંચ સિંહોના હુમલા બાદ ભેંસોએ જ સિંહોને ભગાડ્યા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 28 Jul 2026, 07:02 PM 👁 89
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખાંભા નજીક પાંચ સિંહોના હુમલા બાદ ભેંસોએ જ સિંહોને ભગાડ્યા

​સિંહોએ મારણ કર્યું પણ ભેંસોએ એવું કર્યું કે સિંહો ભાગ્યા

​અમરેલી:
​અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઈંગોરાળા ગામની સીમમાં પાંચ સિંહોએ ભેંસોના ટોળા પર હુમલો કરી એક ભેંસનું મારણ કર્યું હતું. જોકે ત્યારબાદ ભેંસોના ટોળાએ એકજૂથ થઈને સિંહોનો સામનો કરતા પાંચેય સિંહોને ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
​ઈંગોરાળા ગામ નજીક સીમ વિસ્તારમાં ચરતા ભેંસોના ટોળા પર પાંચ સિંહોએ અચાનક હુમલો કર્યો હતો. સિંહોએ એક ભેંસનો શિકાર કરવામાં સફળતા મેળવી હતી, પરંતુ ત્યારબાદ ટોળામાં રહેલી અન્ય ભેંસોએ ભાગી જવાને બદલે એકજૂથ થઈ સિંહ સામે મોરચો માંડ્યો હતો.
​ભેંસો સિંહોની પાછળ દોડતાં પાંચેય સિંહ શિકાર છોડીને ત્યાંથી દૂર ભાગી ગયા હતા. .
📲Get App