🔥 TRENDING खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... Taylor Swift Wins Top Honors at VMAs 2... Actor Adam Brody Calls for ‘Free Pales... Taylor Swift Wins Video of the Year at... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નેત્રંગ તાલુકાની બિલોઠી-૩ બેઠક પર આપ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર
Politics

નેત્રંગ તાલુકાની બિલોઠી-૩ બેઠક પર આપ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર

✍️ Reporter: Alpeshkumar Rathod 🗓 28 Jul 2026, 01:32 PM 👁 86
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ધર્મપત્નીઓ સહિત આમ આદમી પાર્ટીના અનેક આગેવાનોએ બિલોઠી ગામમાં મતદારોનો સંપર્ક કર્યો.

નેત્રંગ તાલુકાની બિલોઠી-૩ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર અભિયાન તેજ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત રાજવાડી અને કવચીયા, બિલોઠી ગામે ડોર ટુ ડોર પ્રચાર કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રચાર કાર્યક્રમમાં દેડિયાપાડાના માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના ધર્મપત્નીઓ શ્રીમતિ વર્ષાબેન ચૈતરભાઈ વસાવા અને શ્રીમતિ શકુંતલાબેન ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે નર્મદા જિલ્લા પ્રમુખ શ્રીમતિ અંજનાબેન, આપના પ્રદેશ સંગઠન મંત્રી શ્રી નિરંજનભાઈ વસાવા, દેડિયાપાડા વિધાનસભાના સંગઠન મંત્રી શ્રી ડો. દયારામ ભાઈ, અને વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજુભાઈ પણ જોડાયા હતા.

આ ઉપરાંત, ઝઘડીયા, વાલિયા, નેત્રંગ, અંકલેશ્વર, સાગબારા, તિલકવાડા, દેડિયાપાડા, રાજપીપળા, નાંદોદ સહિતના વિસ્તારોમાંથી આમ આદમી પાર્ટીના અનેક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ આ ડોર ટુ ડોર પ્રચારમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે સ્થાનિક મતદારોનો સંપર્ક કરી પાર્ટીની નીતિઓ અને વિકાસના મુદ્દાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
📲Get App