🔥 TRENDING સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... LPU Students End 15-Hour NH-44 Blockad... Fire Ravages Tata Showroom in Hyderpor... Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બાળપણની મીઠાશથી ડૉ. કલામની પ્રેરણા સુધી – એક સુંદર સંગમ

બાળપણની મીઠાશથી ડૉ. કલામની પ્રેરણા સુધી – એક સુંદર સંગમ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 28 Jul 2026, 10:28 AM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ચોમાસાની ઋતુ આવે એટલે લીલીછમ પ્રકૃતિ, ઠંડો પવન અને ડાળીઓ પર ઝૂમતાં ખાટાં-મીઠાં જાંબુડાં... બાળપણની કેટલીય મીઠી યાદો તાજી થઈ જાય છે. આ જ બાળસહજ આનંદને શબ્દોમાં સુંદર રીતે ગૂંથીને લેખિકા શ્રીમતી દક્ષા એલ. પટેલે એક મનમોહક બાળગીતની રચના કરી છે.
ચાલો, તેમની કલમે સર્જાયેલું મધુર બાળગીત "🍇 જાંબુડા જાંબુડા 🍇" બાળકોના મધુર સ્વરે માણીએ.
(બાળગીત – "જાંબુડા જાંબુડા")
વાહ... ખૂબ જ સુંદર પ્રસ્તુતિ... જોરદાર તાળીઓથી તમામ નાનાં કલાકારોને વધાવીએ. 👏
મિત્રો, જીવનમાં આનંદ જેટલો જરૂરી છે, એટલી જ જરૂરી છે પ્રેરણા. આજે, ૨૭ જુલાઈ, ભારતના મહાન વૈજ્ઞાનિક, ભારત રત્ન, પૂર્વ રાષ્ટ્રપતિ અને બાળકોના પ્રિય એવા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.
તેમના પ્રેરણાદાયી જીવનને બાળસહજ ભાષામાં સુંદર રીતે રજૂ કરતું આ બાળગીત પણ લેખિકા શ્રીમતી દક્ષા એલ. પટેલની જ કલમનું સર્જન છે. આ ગીત આપણને એક સુંદર સંદેશ આપે છે—મોટાં સપનાં જુઓ, મહેનત કરો અને દેશનું ગૌરવ વધારો.
ચાલો, ડૉ. કલામ સાહેબને સમર્પિત સુંદર બાળગીત "ડૉ. કલામ સાહેબનું બાળગીત" સાંભળીએ.
(બાળગીત – "ડૉ. કલામ સાહેબનું બાળગીત")
આ સુંદર રચનાઓ માટે લેખિકા શ્રીમતી દક્ષા એલ. પટેલ, મનોહર પ્રસ્તુતિ કરનાર તમામ નાનાં કલાકારો અને માર્ગદર્શન આપનાર શિક્ષકશ્રીઓનો હૃદયપૂર્વક આભાર અને અભિનંદન.
📲Get App