🔥 TRENDING त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th... Bank of Maharashtra Stock Sees RSI Tre...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજ રોજ હિંમતનગર સ્થિત હાથમતી જલાગાર યોજના (ડેમ) ની મુલાકાત લઈ વર્તમાન જળસંગ્રહની

આજ રોજ હિંમતનગર સ્થિત હાથમતી જલાગાર યોજના (ડેમ) ની મુલાકાત લઈ વર્તમાન જળસંગ્રહની

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 27 Jul 2026, 09:18 PM 👁 82
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજ રોજ હિંમતનગર સ્થિત હાથમતી જલાગાર યોજના (ડેમ) નગરપાલિકા પ્રમુખ મુલાકાત લઈ વર્તમાન જળસંગ્રહની સ્થિતિ તથા પાણીની આવક અંગે સ્થળ પર સમીક્ષા કરવામાં આવી. છેલ્લા કેટલાક દિવસોથી વિસ્તારમાં સારો વરસાદ નોંધાતા હાથમતી ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે, જે ખેડૂતો, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ ભૂગર્ભ જળસ્તર માટે ખૂબ જ શુભ સંકેત છે. પૂરતો જળસંગ્રહ આવનારા ઉનાળા દરમિયાન પાણીની જરૂરિયાતોને પહોંચી વળવામાં મહત્વપૂર્ણ સાબિત થશે અને સમગ્ર વિસ્તાર માટે આશીર્વાદરૂપ બનશે.

બીજી તરફ સતત વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા, વૃક્ષો પડવા, ગટરની સમસ્યા તથા અન્ય તાત્કાલિક પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. આવી દરેક સ્થિતિમાં ટીમ હિંમતનગર નગરપાલિકા નાગરિકોને ઝડપી રાહત અને ત્વરિત નિરાકરણ આપવા માટે સતત મેદાનમાં કાર્યરત અને કટિબદ્ધ છે. નાગરિકોની સુવિધા, સુરક્ષા અને શહેરની વ્યવસ્થાને પ્રાથમિકતા આપીને વિવિધ વિભાગોની ટીમો સતત સતર્ક રહી સેવાકાર્યમાં જોડાયેલી છે.
📲Get App