🔥 TRENDING Sardesai threatens protest over hospit... Club officials meet Jamil, pledge supp... Main shooter in Parol Sarpanch murder... RIMS conducts tree‑planting drive and... 128 People Killed on Maharashtra’s Sam... Indian Woman’s Kind Act After Bicycle...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જુનાગઢ કલેક્ટરને ગૌ સંરક્ષણ માટે આવેદનપત્ર મળ્યું
Technology

જુનાગઢ કલેક્ટરને ગૌ સંરક્ષણ માટે આવેદનપત્ર મળ્યું

✍️ Reporter: Samir Bhalodiya 🗓 27 Jul 2026, 11:50 AM 👁 138
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગૌસેવકો દ્વારા જુનાગઢ જિલ્લા કલેક્ટરને ગૌ સન્માન માટે આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ગૌ હત્યા પર કડક પ્રતિબંધ અને કેન્દ્રિય ગૌસેવા મંત્રાલયની રચના જેવી માંગણીઓ રજૂ કરવામાં આવી.

આ અભિયાન હેઠળ આજે ગૌસેવકો દ્વારા જુનાગઢ જિલ્લા કલેક્ટરને ગૌ સન્માન માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. આ અભિયાનનો મુખ્ય હેતુ દેશમાં ગૌ સંરક્ષણને વધુ મજબૂત બનાવવાનો છે.

આવેદનપત્રમાં ગૌ હત્યા પર સમગ્ર દેશમાં કડક પ્રતિબંધ મૂકવાની, ગૌ માતાને રાષ્ટ્રીય માતા અથવા રાષ્ટ્રીય આરાધ્યનો દરજ્જો આપવાની, ગૌસેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ કાયદો અમલમાં મૂકવાની તેમજ કેન્દ્રીય ગૌસેવા મંત્રાલયની રચના કરવાની માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત, ગૌવંશના સંરક્ષણ, સંવર્ધન અને ગૌચર જમીનોના વિકાસ માટે કેન્દ્રીય ગૌચર બોર્ડની રચના કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.

ગૌસેવકોના જણાવ્યા મુજબ, ગૌ સંરક્ષણ અને ગૌસેવાને રાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન મળે તે હેતુથી સમગ્ર ભારતમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દેશભરના જિલ્લા મથકો પર કલેક્ટરોને આવેદનપત્ર આપી સરકાર સમક્ષ આ માંગણીઓ પહોંચાડવામાં આવી રહી છે.
📲Get App