🔥 TRENDING ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હથિયાર પ્રદર્શન

હથિયાર પ્રદર્શન

✍️ Reporter: Anil Vaghela 🗓 26 Jul 2026, 02:08 PM 👁 95
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા : સંઘવી પ્રાથમિક શાળા નં. 4માં એસઆરપી જૂથ-21 દ્વારા હથિયાર પ્રદર્શન યોજાયું

રાજુલા, પ્રતિનિધિ : રાજુલા તાલુકાની સરકારી સંઘવી પ્રાથમિક શાળા નં. 4 ખાતે રાજ્ય અનામત પોલીસ દળ (એસઆરપી) જૂથ-21, બાલાની વાવ (જિલ્લો અમરેલી) દ્વારા વિદ્યાર્થીઓ માટે આધુનિક હથિયારોનું વિશેષ પ્રદર્શન યોજાયું. કાર્યક્રમમાં 400થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ દેશની સુરક્ષામાં ઉપયોગમાં લેવાતા વિવિધ હથિયારો અંગે માહિતી મેળવી.

કાર્યક્રમમાં એસઆરપી જૂથ-21ના ડીવાયએસપી આર.પી. પટેલ, પીએસઆઇ કે.બી. બારડ, પીએસઆઇ એ.આર. ગુંદીગરા સહિત 20થી વધુ એએસઆઇથી એપીસી કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ વિદ્યાર્થીઓને વિવિધ આધુનિક હથિયારોની કામગીરી, ઉપયોગ અને દેશની સુરક્ષામાં સુરક્ષા દળોની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે સરળ અને રસપ્રદ રીતે માર્ગદર્શન આપ્યું.

ડીવાયએસપી આર.પી. પટેલે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન કરતાં દેશસેવા, શિસ્ત અને જવાબદારીનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે શાળાની શિસ્તબદ્ધ કામગીરી, વ્યવસ્થા અને સ્કૂલ મેનેજમેન્ટની પણ પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સુમરા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પોલીસ દળના અધિકારીઓ અને કર્મચારીઓએ બાળકો સાથે આત્મીયતાપૂર્વક સંવાદ સાધી હથિયારો અંગેની માહિતી આપતાં વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને જિજ્ઞાસા જોવા મળી હતી.

અંતમાં શાળાના આચાર્યએ ઉપસ્થિત તમામ મહેમાનો અને પોલીસ દળના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
📲Get App