🔥 TRENDING Chumbak Part 2 OTT Release Date Announ... Resident Evil Sees 61.64% Drop on Day... Mirzapur – The Movie Surges 91.18% on... ਐਮ-ਸੇਵਾ ਪੋਰਟਲ ਦੀ ਸਮੱਸਿਆ ਕਾਰਨ ਐਨਓਸੀ ਤੇ... Haryana Slaps Crores in Pollution Fine... Haryana Power Engineers Voice Concern...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની ગાંધીનગર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની ગાંધીનગર

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 24 Jul 2026, 08:32 PM 👁 73
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરીને રાજ્યમાં વરસાદની વર્તમાન સ્થિતિ, બચાવ-રાહત કામગીરી તેમજ વીજળી, રસ્તાઓ અને પુરવઠા જેવા મૂળભૂત માળખાકીય સુવિધાના પુનઃસ્થાપન અંગે જે-તે વિભાગના સચિવો પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ હવામાન વિભાગ દ્વારા આગામી 3-4 દિવસ સુધી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં સાર્વત્રિક વ્યાપક વરસાદની કરવામાં આવેલ આગાહીને પગલે આ વિસ્તારોના જિલ્લા કલેક્ટરશ્રીઓ અને વહિવટી તંત્રને હાઈએલર્ટ મોડ પર રહેવા સૂચનાઓ આપી હતી.

પૂરના પાણી ઓસરી ગયા બાદ સંભવિત રોગચાળો અટકાવવા માટે તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં વ્યાપક સફાઈ અભિયાન કેમ્પેઈન મોડમાં હાથ ધરવા માટે પણ મુખ્યમંત્રીશ્રીએ સૂચનાઓ આપી હતી.
📲Get App