🔥 TRENDING Dharmesh Kant backs banks, mining, AI;... Chumbak Part 2 OTT Release Date Announ... Resident Evil Sees 61.64% Drop on Day... Mirzapur – The Movie Surges 91.18% on... ਐਮ-ਸੇਵਾ ਪੋਰਟਲ ਦੀ ਸਮੱਸਿਆ ਕਾਰਨ ਐਨਓਸੀ ਤੇ... Haryana Slaps Crores in Pollution Fine...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા પોલીસની સતર્કતા: ભારે વરસાદમાં તમારી સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતા! 🚨

સાબરકાંઠા પોલીસની સતર્કતા: ભારે વરસાદમાં તમારી સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતા! 🚨

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 24 Jul 2026, 08:26 PM 👁 86
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🚨 સાબરકાંઠા પોલીસની સતર્કતા: ભારે વરસાદમાં તમારી સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતા! 🚨

હાલમાં જિલ્લામાં પડી રહેલા અવિરત અને ભારે વરસાદને પગલે નાગરિકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સાબરકાંઠા પોલીસ સંપૂર્ણપણે સજ્જ છે.

કોઈપણ પ્રકારની દુર્ઘટના નિવારવા અને લોકોના જીવના રક્ષણ માટે જિલ્લાની વિવિધ નદીઓ, ડેમ, ચેક ડેમ, કોઝ-વે અને તળાવો જેવા જોખમી બની શકે તેવા જળસ્ત્રોતો ખાતે સાબરકાંઠા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

🙏 સાબરકાંઠા પોલીસની જાહેર જનતાને નમ્ર અપીલ: 🙏

🚫 છલકાતા નદી-નાળા, ડેમ, કોઝ-વે કે તળાવની નજીક સેલ્ફી લેવા કે ન્હાવા જવાનું ટાળો.

🚸 બાળકોને પાણી ભરાયેલા કે જોખમી વિસ્તારોથી ખાસ દૂર રાખો.

🌊 કોઝ-વે કે પુલ પર પાણી ફરી વળ્યું હોય ત્યારે વાહન લઈને કે ચાલીને તેને પસાર કરવાનું સાહસ બિલકુલ ન કરો.

👮 ફરજ પર હાજર પોલીસ જવાનો દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરો.

તમારી જાગૃતતા જ તમારી સૌથી મોટી સુરક્ષા છે. અફવાઓથી દૂર રહો અને સલામત રહો!

📞 કોઈપણ ઇમરજન્સી કે આપાતકાલીન સ્થિતિમાં તાત્કાલિક ૧૧૨ (112) ડાયલ કરો.
📲Get App