🔥 TRENDING Sardesai threatens protest over hospit... Club officials meet Jamil, pledge supp... Main shooter in Parol Sarpanch murder... RIMS conducts tree‑planting drive and... 128 People Killed on Maharashtra’s Sam... Indian Woman’s Kind Act After Bicycle...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
થાણાપીપળીમાં શ્રી વલ્લભ ગૌ સંસ્કૃતિ ધામની નવી ગૌશાળાનું ભવ્ય લોકાર્પણ
Local

થાણાપીપળીમાં શ્રી વલ્લભ ગૌ સંસ્કૃતિ ધામની નવી ગૌશાળાનું ભવ્ય લોકાર્પણ

✍️ Reporter: Samir Bhalodiya 🗓 18 Jul 2026, 05:47 PM 👁 215
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વંથલી તાલુકાના થાણાપીપળી ગામમાં શ્રી પુરુષોત્તમ લાલજી ગૌસેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વલ્લભ ગૌ સંસ્કૃતિ ધામની નવી ગૌશાળાનું ભવ્ય લોકાર્પણ સમારોહ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયું.

વંથલી તાલુકાના થાણાપીપળી ગામમાં શ્રી પુરુષોત્તમ લાલજી ગૌસેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વલ્લભ ગૌ સંસ્કૃતિ ધામની નવી ગૌશાળાનું લોકાર્પણ સમારોહ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો.

લોકાર્પણ વિધિ જુનાગઢ સ્થિત મોટી હવેલીના શ્રી ૧૦૮ ગૌ અને શ્રી પીયુષ બાવાની વરદહસ્તે સંપન્ન થઈ.

કાર્યક્રમમાં ગ્રામજનો, દાતાશ્રીઓ અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગૌસેવાના આ પવિત્ર કાર્યને વધાવી લીધું.

આ પ્રસંગે ગૌસેવાના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને ઉપસ્થિત સૌએ ગૌરક્ષણ અને ગૌસેવાના સંકલ્પ સાથે કાર્યક્રમને હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવી ગૌમાતાની સેવાના કાર્યમાં સહભાગી બનવાનો સંદેશ આપ્યો.
📲Get App