🔥 TRENDING Himachal Pradesh Governor Urges Collec... Himachal Pradesh Literacy Rate Jumps t... અડાલજ કેનાલ પર ગાડીની બેદરકારી, પાછળની... Punjab Congress to Stage Statewide Pro... NDTV MP Chhattisgarh airs breaking new... बायतु विधायक हरीश चौधरी ने मुख्यमंत्री...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહેમદાવાદ પોલીસે ઘરફોડ ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

મહેમદાવાદ પોલીસે ઘરફોડ ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 18 Jul 2026, 01:01 PM 👁 77
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહેમદાવાદ પોલીસે ઘરફોડ ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ ₹6,22,300 નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

આ ગુનાઓમાં મહેમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ત્રણ અલગ-અલગ ઘરફોડ ચોરીઓ, કલોલ-ગાંધીનગર અને સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી ઇક્કો ગાડીઓ, તેમજ સાણંદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી એક ઘરફોડ ચોરીનો સમાવેશ થાય છે.

પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ, પોલીસ અધિક્ષક વિજય પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક કે.કે. રાઠોડની સૂચના હેઠળ, મહેમદાવાદ પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી. રાઠોડે સર્વેલન્સ સ્ક્વોડને ગુનાઓ ઉકેલવા માર્ગદર્શન આપ્યું હતું.
📲Get App