🔥 TRENDING Himachal Pradesh Governor Urges Collec... Himachal Pradesh Literacy Rate Jumps t... અડાલજ કેનાલ પર ગાડીની બેદરકારી, પાછળની... Punjab Congress to Stage Statewide Pro... NDTV MP Chhattisgarh airs breaking new... बायतु विधायक हरीश चौधरी ने मुख्यमंत्री...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બાયપાસ રોડથી લઈને શહેરની મધ્ય સુધીના વિવિધ વિકાસકાર્યોની વિસ્તૃત સ્થળ સમીક્ષા યોજાઈ.

બાયપાસ રોડથી લઈને શહેરની મધ્ય સુધીના વિવિધ વિકાસકાર્યોની વિસ્તૃત સ્થળ સમીક્ષા યોજાઈ.

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 18 Jul 2026, 09:14 AM 👁 93
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🏗️ બાયપાસ રોડથી લઈને શહેરની મધ્ય સુધીના વિવિધ વિકાસકાર્યોની વિસ્તૃત સ્થળ સમીક્ષા યોજાઈ.

​આજરોજ હિંમતનગર ખાતે મોતીપુરા સર્કલ ડેવલોપમેન્ટ તેમજ ત્યાં આકાર લેનાર મહારાણા પ્રતાપના નવીન સ્ટેચ્યુના આયોજન અંગે નગરપાલિકાના સંગઠનના હોદ્દેદારો, એજન્સી અને સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત સ્થળ સમીક્ષા યોજી હતી.

આ દરમિયાન વિકાસકાર્યોના વિવિધ પાસાઓ અંગે વિગતવાર ચર્ચા કરી, આયોજનબદ્ધ તેમજ સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો હિંમતનગર ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાહેબે આપ્યા હતા. ત્યારબાદ મોતીપુરા ખાતે નાગરિકોને વધુ સુવિધાજનક અને સુવ્યવસ્થિત પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે પાર્કિંગ વ્યવસ્થાનું પણ સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું.

​આ ઉપરાંત, શહેરના મહત્વાકાંક્ષી કેનાલ ફ્રન્ટ - ૨ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ, જેમાં સ્વર્ગીય અટલજીની પ્રતિમા તથા નવો કોમ્યુનિટી હોલ, પાર્કિંગ અને બગીચા સહિતની વ્યવસ્થાઓ સામેલ છે, તેની સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ, હિંમતનગર-અંબાજી બાયપાસ રોડ ઉપર હાસલપુર ગામે તૈયાર થઈ રહેલ સાબરકાંઠા જિલ્લાના અદ્યતન ફાયર સ્ટેશનની નવી બિલ્ડિંગની મુલાકાત લઈ કામગીરીની પ્રગતિ અંગે માહિતી મેળવી તેમજ સમયસર કામગીરી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

​હિંમતનગર શહેરના સર્વાંગી વિકાસ, આધુનિક સુવિધાઓના વિસ્તરણ અને નાગરિકોને ઉત્તમ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે વિકાસકાર્યોને વધુ ગતિ આપવા અમે સતત પ્રયત્નશીલ છીએ.

​આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીશ્રીઓ:
નગરપાલિકા પ્રમુખશ્રી અરુણાબેન કડિયા, ઉપ પ્રમુખશ્રી ગોપાલસિંહ રાઠોડ, કારોબારી અધ્યક્ષ રાહુલભાઈ પટેલ, બાંધકામ સમિતિ ચેરમેન શ્રી અમ્રતભાઈ પુરોહિત, દિવા બત્તી ચેરમેન શ્રી જયેશભાઈ ભાટ, નગરપાલિકા ફાયર સ્ટેશન ચેરમેન શ્રી ધર્મરાજસિંહ દેવડા, ચીફ ઓફિસર શ્રી ઉપેન્દ્રભાઈ ગઢવી તેમજ નગરપાલિકાના અધિકારીશ્રીઓ અને એજન્સીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App