🔥 TRENDING धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અષાઢી બીજ ને રથયાત્રાના દિવસે અડાલજ ગાંધીનગર સ્થિત  શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડમી એન્ડ રિસર્ચ સેન્ટર ઓરિસ્સા દ્વારા

અષાઢી બીજ ને રથયાત્રાના દિવસે અડાલજ ગાંધીનગર સ્થિત શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડમી એન્ડ રિસર્ચ સેન્ટર ઓરિસ્સા દ્વારા

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 17 Jul 2026, 08:39 AM 👁 59
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અષાઢી બીજ ને રથયાત્રાના દિવસે અડાલજ ગાંધીનગર સ્થિત શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડમી એન્ડ રિસર્ચ સેન્ટર ઓરિસ્સા દ્વારા ગુજરાત ના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શ્રી નરહરિ અમીન ,(પૂર્વ સંસદ સભ્ય શ્રી રાજ્યસભા) ના અધ્યક્ષ સ્થાને તેમજ ગાંધીનગર કોર્પોરેશનના મેયર શ્રીમતી મીરાબેન પટેલ અને શ્રી અમિતભાઈ ઠાકર (ધારાસભ્ય શ્રી) ના વિશેષ ઉપસ્થિતિમાં જગન્નાથ મંદિર ની સોનાના સાવરણીથી વાળવાની વિધિ છેરા પહરા કરવામાં આવી અને ત્યારબાદ ભગવાન જગન્નાથ ના રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું .
જગન્નાથ મંદિરથી નીકળેલ આ રથયાત્રા અન્નપૂર્ણા મંદિર અડાલજ ખાતે પહોંચી હતી જ્યાં અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ અને અધ્યક્ષ શ્રી નરહરિ અમીન દ્વારા સ્વાગત અને દર્શન કરવામાં આવ્યા. તેમજ અંદાજિત 1500થી વધુ ભક્તો માટે અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અને શ્રી સ્વામિનારાયણ મંદિર અડાલજ દ્વારા ભક્તોને ખીચડી અને છાશ નો પ્રસાદ આપવામાં આવ્યો હતો
આ પ્રસંગે જગન્નાથ મંદિર (JCARC) ના ચેરમેન શ્રી મહેશ્વર સાહુ, JCARC ની વ્યવસ્થાપન સમિતિ ના સભ્યો, ટ્રસ્ટીશ્રીઓ, ઓરિસ્સા સમુદાય ના સભ્યો, જનસહાયક ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વરૂણ અમીન, શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ અડાલજ ના ચેરમેનશ્રી રવજીભાઈ વસાણી, હિમાંશુ ભાઈ પટેલ, અજીતભાઈ પટેલ, પ્રગનેશભાઈ પટેલ, મહેશભાઈ પટેલ , મંત્રી શ્રી ઉરેનભાઈ પટેલ, શ્રી મધુભાઈ વસાણી તેમજ અન્ય ટ્રસ્ટીઓ અને ભક્તજનો હાજર રહ્યા હતા.
📲Get App