🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પેટલાદમાં ભગવાન જગન્નાથજીની ૧૦૦મી ઐતિહાસિક રથયાત્રા ભવ્યતા, ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે સંપન્ન
Religion

પેટલાદમાં ભગવાન જગન્નાથજીની ૧૦૦મી ઐતિહાસિક રથયાત્રા ભવ્યતા, ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે સંપન્ન

✍️ Reporter: Samir Malek 🗓 16 Jul 2026, 11:17 PM 👁 65
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પેટલાદમાં ભગવાન જગન્નાથજીની ૧૦૦મી ઐતિહાસિક રથયાત્રા ભવ્યતા અને પરંપરાગત વૈભવ સાથે નીકળી હતી. રથયાત્રા દરમિયાન ભક્તો દ્વારા પુષ્પવર્ષા કરી ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

અષાઢી બીજના પાવન અવસરે પેટલાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૦૦મી ઐતિહાસિક રથયાત્રા ભવ્યતા અને પરંપરાગત વૈભવ સાથે નીકળી હતી. રણછોડજી મંદિરથી પ્રારંભ થયેલી રથયાત્રા સ્ટેશન રોડ, કાળકા ગેટ, પઠાણવાળા, કંસારા બજાર સહિત શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી.


રથયાત્રા દરમિયાન "જય જગન્નાથ" અને "જય રણછોડ"ના ગગનભેદી જયઘોષથી સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું. પેટલાદ ઉપરાંત આસપાસના ગામો અને સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.


શતાબ્દી વર્ષ નિમિત્તે યોજાયેલી આ ભવ્ય રથયાત્રામાં આદિવાસી લોકનૃત્યો, ઢોલ-નગારાના તાલ, ભજન-કીર્તન અને વિવિધ ધાર્મિક ઝાંખીઓએ સૌનું મન મોહી લીધું હતું. માર્ગભરમાં અનેક સ્થળોએ ભક્તો દ્વારા પુષ્પવર્ષા કરી ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


શહેરના વિવિધ સામાજિક સંગઠનો, વેપારીઓ તથા સેવાભાવી યુવાનો દ્વારા ઠંડા પાણી, છાશ, શરબત, પ્રસાદી સહિતના સેવા કેમ્પો ગોઠવવામાં આવ્યા હતા, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સતત પેટ્રોલિંગ અને દેખરેખમાં તૈનાત રહ્યા હતા.
📲Get App