🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહિલાઓ વચ્ચે. બોલાચાલી થતાં પોલીસે તમામ પ્રદર્શનકારી મહિલાઓની અટકાયત કરી.
National

મહિલાઓ વચ્ચે. બોલાચાલી થતાં પોલીસે તમામ પ્રદર્શનકારી મહિલાઓની અટકાયત કરી.

✍️ Reporter: Chauhan sanjaybhai 🗓 14 Jul 2026, 04:47 PM 👁 99
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ચૌહાણ સંજય જેતપુર.ગેરકાયદેસર પ્રિન્ટિંગ યુનિટ સામેના આંદોલન સ્થળે મહિલાઓ વચ્ચે ભારે ઘર્ષણ: પોલીસ કાફલો દોડી ગયો, અટકાયતનો દોર
‘ધ્રુવલ પ્રિન્ટ’ નામના ગેરકાયદેસર યુનિટ અને તેના દ્વારા ફેલાવવામાં આવતા ભારે પ્રદૂષણ સામે સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન અને આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલા આ આંદોલનમાં થોડા જ સમયમાં ભારે હંગામો અને હાઇડ્રામા સર્જાયો હતો.
સ્થાનિક મહિલાઓ નદી અને હવામાં ફેલાતા ઝેરી પ્રદૂષણ તેમજ નગરપાલિકાના પાણીની ચોરી વિરૂદ્ધ મંડપ બાંધીને આંદોલન પર બેઠી હતી. આંદોલન શરૂ થયાના થોડા સમય બાદ, ત્યાં અચાનક જ અગાઉથી ત્યાં બેઠેલી મહિલાઓ પાસે અન્ય બે મહિલાઓ આવી પહોંચી હતી. આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર આંદોલન પર બેઠેલી મહિલાઓ અને નવી આવેલી મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને શાબ્દિક સંઘર્ષ શરૂ થઈ ગયો હતો.
પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળે હાજર તમામ વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓની અટકાયત (Detain) કરી હતી અને તેમને પોલીસ વાનમાં બેસાડી સ્ટેશને લઈ જવામાં આવી હતી. હાલ આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે અને પોલીસ દ્વારા આંદોલન સ્થળે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
📲Get App