Crime
સૌરાષ્ટ્રગેસએજન્સી:ગ્રાહકોના બાટલામાંથી ગેસ ચોરી કરવાના વિવાદ બાદ ડિલિવરી મેન પર હુમલો.
ચૌહાણ સંજય જેતપુરમાં ગ્રાહકોના અધિકારો અને ગેસ ચોરીના કૌભાંડને ઉજાગર કરનાર એક જાગૃત નાગરિક અને ડિલિવરી મેન પર હુમલો થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સૌરાષ્ટ્ર ગેસ એજન્સીમાં ડિલિવરી મેન તરીકે કામ કરતા યુવકે થોડા સમય પહેલા જ એજન્સીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા, જેના કારણે કંપની દ્વારા આ એજન્સીને સીઝ પણ કરી દેવામાં આવી હતી. આ જ બાબતનો ખાર રાખીને
એજન્સીના માલિક દિનેશભાઈ પાદરિયા દ્વારા ડિલિવરી મેન પર હુમલો કરવામાં આવ્યો !
ભોગ બનનાર યુવકના જણાવ્યા અનુસાર, ગેસ એજન્સી સીઝ થયા બાદ કંપનીએ અન્ય એજન્સી મારફતે ગેસ વિતરણનું કામ ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન ડિલિવરીના બિલ આ યુવક પાસે હતા.
જ્યારે તે બિલ લેવા ગયો, ત્યારે એજન્સીના માલિકે તેની પાસેથી બિલ પરત માંગ્યા હતા. યુવકે બિલ આપવાની ના પાડતા જ, ગેસ ચોરીનો વીડિયો વાયરલ કરવાનો જૂનો ખાર રાખીને તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો
ભોગ બનનારે હોસ્પિટલના બિછાનેથી વધુમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર ગેસ એજન્સી દ્વારા ગ્રાહકોના રાંધણ ગેસના બાટલામાંથી ૧ થી ૨ કિલો જેટલો ગેસ ગેરકાયદેસર રીતે નીકાળીને (રિફિલિંગ કરીને) મોટી ચોરી કરવામાં આવતી હતી. આ કૌભાંડના સ્પષ્ટ વીડિયો તેણે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા
જેના કારણે એજન્સીના માલિકો તેનાથી નારાજ હતા અને આ હુમલો એ જ જૂની અદાવતનું પરિણામ છે. તેવુ જણાવ્યુ હતું !
હાલ આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.