🔥 TRENDING Suvendu Banerjee to Meet NCPI MPs at B... Suvendu Adhikari Compared to Yogi Adit... Ghoramara Island Emerges as New Landfo... Chirag Paswan Stresses 'Bihar First' V... Two Madrasa Students Found Dead in Bih... December 2026 School Holidays: Dates f...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ઝાલોદમાં જેસીબીથી ઘાયલ ગૌવંશની સારવાર માટે વિશ્વ હિન્દુ પરિષદ અને ગૌરક્ષકોએ આપી સહાય

✍️ Reporter: Pankaj Pandit 🗓 29 Nov 2026, 05:53 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં જેસીબીની કામગીરી દરમિયાન પગમાં ગંભીર ઈજા પામેલા ગૌવંશની સારવાર માટે વિશ્વ હિન્દુ પરિષદ અને ગૌરક્ષા દળના કાર્યકરોએ તબીબને બોલાવી જરૂરી વ્યવસ્થા કરી.

ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ જેસીબીની કામગીરી દરમિયાન એક ગૌવંશના પગમાં ગંભીર ઈજા થઈ હતી. ઈજાના કારણે ગૌવંશના પગમાં ઘા વધુ ગંભીર બન્યા હતા અને તેમાં જીવાત પડી ગઈ હતી. આવી દયનીય સ્થિતિમાં અબોલ જીવ પીડા સહન કરી રહ્યો હોવાની જાણ થતાં ઝાલોદ વિશ્વ હિન્દુ પરિષદ અને ગૌરક્ષા દળના કાર્યકરો માનવતા અને જીવદયાની ભાવના સાથે તેની વહારે આવ્યા હતા.

ગૌવંશની પીડાને સમજી ગૌરક્ષકો દ્વારા તબીબને સ્થળ પર બોલાવી જરૂરી સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. અબોલ જીવને સમયસર સારવાર મળી રહે અને તેની પીડા ઓછી થાય તેવા હેતુથી કાર્યકરોએ પોતાની જવાબદારી સમજી સેવાકાર્ય હાથ ધર્યું હતું. આ સમગ્ર કામગીરી દરમિયાન મનીષભાઈ પંચાલ, રાહુલભાઈ પીઠાયા, આશિષભાઈ ચૌહાણ, સંદીપભાઈ જાંગીડ, રાજુભાઈ ગારી, અર્પિતભાઈ ભુનાતર, રણવિરભાઈ કોળી અને મલ્હાર પંચાલ સહિતના કાર્યકરોએ સહયોગ આપ્યો હતો.

આજના સમયમાં જ્યાં અનેક વખત લોકો પોતાની વ્યસ્ત જિંદગીમાં આસપાસની સમસ્યાઓ પ્રત્યે આંખ આડા કાન કરતા હોય છે, ત્યાં બોલી ન શકતા અબોલ જીવની વેદના સમજી તેની સારવાર માટે આગળ આવવું એ ખરેખર પ્રશંસનીય કાર્ય છે. જીવદયા માત્ર એક વિચાર કે ધાર્મિક ભાવના પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે માનવતાની સાચી ઓળખ છે. કોઈ પણ જીવ મુશ્કેલીમાં હોય ત્યારે તેની મદદ માટે આગળ આવવું એ જ સમાજની સંવેદનશીલતા અને સંસ્કારનું પ્રતિબિંબ છે.

ઝાલોદ વિશ્વ હિન્દુ પરિષદ અને ગૌરક્ષા દળના કાર્યકરોએ આ કામગીરી દ્વારા સમાજને એક સુંદર સંદેશ આપ્યો છે કે સેવા કરવા માટે કોઈ મોટું પદ કે પ્રસિદ્ધિ જરૂરી નથી, પરંતુ જરૂર છે માત્ર સંવેદનશીલ હૃદય અને મદદ કરવાની ભાવનાની. અબોલ જીવની પીડા ઓછી કરવા માટે કરાયેલો આ પ્રયાસ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યો છે. નિઃસ્વાર્થ સેવાકાર્ય કરનારા તમામ કાર્યકરોને અભિનંદન સાથે તેમની આ સેવાભાવના સતત જળવાઈ રહે તેવી શુભકામનાઓ છે.
📲Get App