🔥 TRENDING Ibobi accuses BJP of misusing Rs 20,00... Danny Trejo Says He Tried to Exit Ben... Chief Minister Announces 10,000‑Seat G... Hotels That Starred in Christmas Movie... Manipur Faces Electoral Crisis Amid Ca... Allu Arjun’s AA23, directed by Lokesh...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગર-ખેડ-તસિયા રોડ પર નવી પુલનું લોકાર્પણ, મોતીપુરા તરફ માર્ગ સુગમ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 29 Nov 2026, 01:44 AM 👁 28
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર નગરપાલિકાએ 26 નવેમ્બર 2026 ના રોજ અંદાજિત 23 કરોડ રૂપિયાની કિંમતમાં બનેલી નવનિર્મિત પુલનું લોકાર્પણ કર્યું, જે મોતીપુરા, બળવંતપુરા અને આસપાસનાં ગામો માટે ટૂંકો માર્ગ પ્રદાન કરે છે..

સાબરકાંઠામાં-:
હિંમતનગર નગરપાલિકા અંતર્ગત વિકાસની નવી ભેટ તરીકે હિંમતનગર-ખેડ-તસિયા રોડથી મોતીપુરા તરફ હાથમતી નદી ઉપર નિર્મિત નવો પુલ 26 નવેમ્બર 2026 ના રોજ લોકાર્પણ થયો.આ પુલનું નિર્માણ અંદાજિત 23 કરોડ રૂપિયાની કિંમતમાં પૂર્ણ થયું.લોકાર્પણ સમારંભમાં સાંસદ શોભનાબેન બારૈયા અને ધારાસભ્ય વી ડી ઝાલા ઉપસ્થિત રહ્યા.તેમની ઉપસ્થિતિમાં પુલને જનતાની સેવા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો..

આ પુલની શરૂઆતથી મોતીપુરા,બળવંતપુરા,નવા અને આસપાસનાં ગામોના નાગરિકો વિજાપુર,મહેસાણા અને અંબાજી તરફ જવા માટે ટૂંકો અને સરળ માર્ગ મેળવશે. ટ્રાફિકનું ભારણ ઘટશે અને વાહનચાલકોને મોટી રાહત મળશે.હિંમતનગર નગરપાલિકા શહેરના સર્વાંગી વિકાસ, મજબૂત માળખાકીય સુવિધાઓ અને નાગરિકોની સુખાકારી માટે સતત પ્રતિબદ્ધ છે.આ પુલ શહેરની સુવિધાઓમાં મહત્વપૂર્ણ ઉમેરો તરીકે ગણાય છે.
📲Get App