Religion
તાતિયાણા ગામ થી મોટી સંખ્યામાં ગૌભક્તો ગૌસન્માન આહ્વાન અભિયાનમાં જોડાયા
ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર થાય તેના માટે ગૌ સન્માન આહ્વાન અભિયાન મહાસંમેલન
બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના તાતીયાણા ગામથી ગૌસન્માન આહવાન અભિયાનમાં મોટી સંખ્યામાં ગૌ ભક્તો , ગાયની સેવા અને સુરક્ષા માટે ગૌ સન્માન આહવાન અભિયાનમાં જોડાયા,
• આ અભિયાન ગૌમાતાની સેવા, સુરક્ષા અને સન્માન માટે ચલાવવામાં આવી રહ્યું છે. તેમાં મુખ્યત્વે ગાયને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા, દેશભરમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અને અલગ ગૌ મંત્રાલયની સ્થાપના કરવાની માંગણીઓ મૂકવામાં આવી છે.
આ સંમેલનમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી, ગાંધીનગર જિલ્લાના ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, વિવિધ મઠ-મંદિરોના સંતો-મહંતો, કલાકારો સાંઈરામ દવે અને રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આ અભિયાનની મુખ્ય માંગણીઓ
• ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો. ભારતીય સંસ્કૃતિ અને કૃષિ વ્યવસ્થામાં ગાયના મહત્વને ધ્યાનમાં રાખીને, ગાયને બંધારણીય રીતે ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
• ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ. સમગ્ર દેશમાં ગૌવંશની હત્યા અને તેની ગેરકાયદેસર હેરફેર પર કડક કાયદાકીય પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરાઈ છે.
• ગૌશાળા અને પાંજરાપોળને પૂરતી સહાય. રાજ્ય અને દેશની ગૌશાળાઓ આત્મનિર્ભર બને તે માટે સરકાર તરફથી નિયમિત આર્થિક સહાય, ઘાસચારાની વ્યવસ્થા અને ગૌચરની જમીન અનામત રાખવાની માંગણી છે.
• રખડતા ગૌવંશની સુરક્ષા. રસ્તા પર રખડતી અને નિરાધાર ગાયોના આશ્રય, યોગ્ય સારવાર અને અકસ્માતોથી રક્ષણ માટે નક્કર વ્યવસ્થા ઊભી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
પર્વ મેદાન (પૂર્વ મેદાન), જમીયતપુરા, ત્રિમંદિર પાસે, અડાલજ, ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવ્યો
Need24News Tantiyana
રિપોર્ટર ઠાકોર વિક્રમજી તાંતિયાણા ( ઓગડ બનાસકાંઠા )