🔥 ट्रेंडिंग स्वास्थ्य मंत्री निशांत कुमार ने पटना... हिमंत ने कहा, 2050 तक झारखंड को विकसित... झारखंड मुक्ति मोर्चा ने सीमांकन बिल पर... बांका जिले के चांदन में बीआरसी भवन पर... LPGથી માંડી ક્રેડિટ કાર્ડ સુધી... 1 ડિ... केरल पुलिस ने सबरीमला में एआई‑ड्रोन से...
28 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
विदेश

પૂર્વ અફઘાનિસ્તાનના કુન્નાર પ્રાંતની શાળામાં વિસ્ફોટ : અનેક વિદ્યાર્થીઓ ઘાયલ અનેકનાં મોત

✍️ रिपोर्टर: sutariya kalpeshbhai haribhai 🗓 28 नव. 2026, 11:37 PM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શનિવારે સવારે 10 વાગે કુન્નાર પ્રાંતના અંદાર-શેર વિસ્તારમાં આવેલી શાળામાં થયેલા આ વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી : કટ્ટરવાદી કૃત્ય હોવાની આશંકા
દેશના પૂર્વ ભાગમાં આવેલા કુન્નાર પ્રાંતના અંદાર-શેર વિસ્તારમાં આવેલી એક મિડલ સ્કૂલમાં પ્રચંડ વિસ્ફોટ થતાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. અનેકનાં મૃત્યુ થયા છે. ઘાયલો અને મૃતકોનો આંક હજી જાણી શકાયો નથી.
કુનાર પ્રોવિન્શ્યલ પોલીસ હેડકવાર્ટરના પ્રવકતા ફરીદ દેહકાએ જણાવ્યું હતું કે અંદાર-શેર વિસ્તારમાં આવેલી આ માધ્યમિક શાળામાં શનિવારે સવારે પ્રચંડ વિસ્ફોટ થતાં અનેક વિદ્યાર્થીઓને ઈજાઓ થઈ હતી, અનેકના મૃત્યુ થયા હતા, પરંતુ ચોક્કસ આંક હજી જાણી શકાયો નથી. આ વિસ્ફોટને લીધે લાગેલી આગ બુઝાયા પછી તે સંખ્યા જાણી શકાશે. આ સાથે તે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ વિસ્ફોટનું કારણ હજી સુધી જાણી શકાયું નથી તે માટે કુન્નાર પ્રાંતની તપાસ ટુકડીઓ કાર્યરત થઈ ગઈ છે.
આ પ્રચંડ વિસ્ફોટ અંગે કેટલાકનું તેમ પણ માનવું છે કે તે આતંકવાદી કૃત્ય પણ હોઈ શકે, કારણ કે તે માધ્યમિક શાળામાં અંગ્રેજી પણ ભણાવવામાં આવે છે. જ્યારે કટ્ટરવાદીઓ કોઈ પણ પ્રકારના પાશ્ચત્ય શિક્ષણનો પૂરા ઝનૂનથી વિરોધ કરે છે. તેથી અંગ્રેજી ભણાવતી અને આધુનિક શિક્ષણ આપતી શાળાઓ, તેના શિક્ષકો અને અંગ્રેજી ભણવા માગતાં, તેમજ આધુનિક શિક્ષણ પણ મેળવવા માગતાં વિદ્યાર્થીઓમાં દહેશત ફેલાવવા તે આતંકીઓ આવા દુષ્કૃત્યો કરતા રહે છે, જેના ભાગરૂપે આ વિસ્ફોટ થયો હોવાની પૂરેપૂરી શક્યતા છે. મોડેથી મળતા સમાચારો જણાવે છે કે તે વિસ્ફોટમાં ૭ વિદ્યાર્થીઓના મૃત્યુ થયાં હતાં અને ૯૭ને ઇજાઓ થઈ હતી.
📲Get App