મગર નું રેસકયુ
મગર નું રેસકયુ
કેશોદ ના અજાબ ગામે ગામ ના રહેણાંક વિસ્તારમાં બે મગરમચ્છ જોવા મળતા તાલુકા પંચાયત સદસ્ય શ્રી અજયભાઈ દયાતર સરપંચ શ્રી મગનભાઈ અધેરા એ ઉપ સરપંચ શ્રી અભય વ્યાસ ને જાણ કરતા તાત્કાલિક કેશોદ વન વિભાગ ની રેસકયુ ટીમ ને બોલાવી હતી અને મોડી રાત્રે મગર નું ભારે જહેમત બાદ રેસકયુ કરવામાં આવેલ હતું લાયન રેસકયુ ટીમ કેશોદ ના વોલયનટર અને કેશોદ વન વિભાગ ના ગાર્ડ ચાવડા સાહેબ ના માર્ગદર્શન હેઠળ ટ્રેકર ટીમ હાર્દિક રાવલિયા અને નાગાજણ નજર દ્વારા સાસણ ના કમલેશ્વર ડેમ ખાતે છોડવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી હજુ પણ આજુ બાજુ ના વોકળા તળાવ માં બીજી મગરો જોવા મળે છે ખેડૂત ભાઈઓ ખેત મજુરો એ ખાસ તકેદારી રાખવી તેવું જણાવ્યું છે