બ્રેકિંગ ન્યૂઝ | અમદાવાદ અમદાવાદ એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: કાર પલટી જતાં ચાંદખેડાના યુવકનું કરુણ મોત
અમદાવાદ એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: કાર પલટી જતાં એક યુવકનું મોત, ત્રણ મિત્રો ઈજાગ્રસ્ત; કાર ચલાવતો યુવક અકસ્માત બાદ ફરાર થયાનો આક્ષેપ
અમદાવાદ | 28 નવેમ્બર 2026
અમદાવાદના એરપોર્ટ રોડ પર આજે વહેલી સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મિત્રો સાથે એરપોર્ટ તરફ જઈ રહેલી કાર અચાનક પલટી ખાઈ જતાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ યુવકો ઈજાગ્રસ્ત થયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ચાંદખેડામાં રહેતા મિત્રો પૈકી એક મિત્ર વિદેશ જવાનો હોવાથી તેને એરપોર્ટ પર મૂકવા માટે ચાર મિત્રો કારમાં નીકળ્યા હતા. આ દરમિયાન એરપોર્ટ રોડ પર કાર પલટી ખાઈ ગઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો.
વિદેશ જતો યુવક કાર ચલાવતો હોવાની માહિતી
આ ઘટનામાં વધુ ચોંકાવનારી માહિતી સામે આવી છે કે વિદેશ જવા નીકળેલો યુવક જ કાર ચલાવી રહ્યો હતો. અકસ્માત બાદ તે યુવક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જોકે, આ અંગે પોલીસ તરફથી સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.
અકસ્મતમાં એક યુવકનું મોત થયું છે, જ્યારે ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવી શકે છે
અકસમાત કેવી રીતે સર્જાયો, કારની ઝડપ કેટલી હતી અને અકસ્માત બાદ કારચાલક ક્યાં ગયો તે સહિતના મુદ્દાઓ પર તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.
અમદાવાદ એરપોર્ટ રોડ પર બનેલી આ દુર્ઘટનાથી ચાંદખેડા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.
આ ઘટનાના વધુ અપડેટ માટે જોડાયેલા રહો.