🔥 TRENDING Fit India’s ‘Sundays on Cycle’ celebra... સુરત ₹19 લાખના કથિત તોડકાંડનો વિવાદ વક... Assam, Haryana and Gujarat weigh listi... ਤਰਨ ਤਾਰਨ ਪੁਲਿਸ – ਅਮਨ-ਕਾਨੂੰਨ ਦੀ ਰਾਖੀ ਲਈ... Gujarat Tea Association Announces New... मुजफ्फरपुर में पिता ने बेटी को बॉयफ्रे...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

લીલીયા તાલુકાના વહીવટીતંત્ર માં નવા મામલતદાર તરીકે કે.કે.વાળા ની નિમણૂક

✍️ Reporter: Hanif Katiyar 🗓 28 Nov 2026, 11:05 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લીલીયા તાલુકાના વહીવટી તંત્રમાં નવી શરૂઆત... નવા મામલતદાર તરીકે કે.કે. વાળાની નિમણૂક!
રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવેલા વહીવટી ફેરબદલ અંતર્ગત લીલીયા તાલુકાના મામલતદાર એચ.બી. વાડાની મોરબી ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે તેમના સ્થાને કે.કે. વાળાને લીલીયા તાલુકાના નવા મામલતદાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
નવા મામલતદાર કે.કે. વાળાના આગમન સાથે તાલુકાના મહેસૂલી વહીવટને નવી દિશા અને ગતિ મળવાની આશા છે.
ખાસ કરીને ખેડૂતો, ગ્રામજનો અને સામાન્ય નાગરિકોના મહેસૂલી પ્રશ્નોનું સમયસર નિરાકરણ, સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવો અને પારદર્શક વહીવટને પ્રાધાન્ય આપવું તે દિશામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહેશે.
બીજી તરફ, લીલીયા તાલુકામાં ફરજ બજાવી મોરબી ખાતે બદલી પામેલા મામલતદાર એચ.બી. વાડીને પણ નવી જવાબદારી માટે શુભેચ્છાઓ.
📲Get App