🔥 TRENDING कुडवली येथील स्टारशाईन कंपनीवर सीटू (C... मुजफ्फरपुर में पिता ने बेटी को बॉयफ्रे... Gujarat CM Opens New Meher Samaj Bhava... ନୀଳଗିରିରେ କାର୍-ବାଇକ୍ ମୁହାଁମୁହିଁ ଧକ୍କା:... Lothal maritime heritage complex nears... લીલીયા તાલુકાના વહીવટીતંત્ર માં નવા મા...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

પેઢારદેવી ખાતે અસ્ટ્રોલ યોજનાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મંત્રી ઈશ્વરસિંહ પટેલે લીધી મુલાકાત

✍️ Reporter: VITHALBHAI CHAUDHARI 🗓 28 Nov 2026, 11:01 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પેઢારદેવી ખાતે અસ્ટ્રોલ યોજનાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મંત્રી ઈશ્વરસિંહ પટેલે લીધી મુલાકાત

૯૨-કપરાડા વિધાનસભા પ્રવાસના બીજા દિવસે જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પેઢારદેવી ખાતે અસ્ટ્રોલ યોજનાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ ઉપસ્થિત ગ્રામજનો સાથે સંવાદ કરી વિસ્તારની પાણી પુરવઠાને લગતી સમસ્યાઓ અને રજૂઆતો સાંભળી હતી. ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલી સમસ્યાઓના ત્વરિત નિરાકરણ માટે તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.વધુમાં, મંત્રીશ્રીએ વાસ્મો (WASMO)ના અધિકારીઓ પાસેથી યોજનાની કામગીરી અંગે વિગતો મેળવી હતી. જેમાં અત્યાર સુધીમાં કેટલી નવી પાણીની લાઈનો નાખવામાં આવી છે તેમજ આ લાઈનો મારફતે દરરોજ કેટલા લીટર પાણીનો પુરવઠો થઈ શકે છે તે અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.

આ મુલાકાતનો મુખ્ય હેતુ વિસ્તારના ગ્રામજનોને પીવાના પાણીની સુવિધા સુલભ બને અને પાણી પુરવઠા સંબંધિત સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ આવે તે માટે યોજનાની કામગીરીની સમીક્ષા કરવાનો રહ્યો હતો.
📲Get App