🔥 ट्रेंडिंग তৃণমূল নেতা অভিষেক বন্দ্যোপাধ্যায়ের উ... आंगनबाड़ी केंद्र निर्माण में घटिया साम... मनिपुर में आतंकवाद में म्यांमार‑आधारित... मेघालय सीएम ने गरो हिल्स के नेताओं को... ED ने गुटखा व्यापार जांच में असम और मे... मेघालय सीएम: शिक्षा में सुधार के लिए त...
28 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
शिक्षा

સાબરકાંઠા ના આર કે પટેલ એજ્યુકેશન કેમ્પસમાં સંવિધાન ગૌરવ દિવસ પર વિદ્યાર્થીઓ સાથે સંવાદ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 28 नव. 2026, 05:08 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિજયનગર તાલુકાના આર કે પટેલ એજ્યુકેશન કેમ્પસમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓને સંવિધાન, લોકશાહી મૂલ્યો અને નાગરિક અધિકારો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું..

સાબરકાંઠાના-:
વિજયનગર તાલુકાના આર કે પટેલ એજ્યુકેશન કેમ્પસ અન્દ્રોખા ખાતે સંવિધાન ગૌરવ દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજિત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કેમ્પસના અધિકારીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ સાથે સીધી ચર્ચા કરી.કાર્યક્રમ દરમિયાન ભારતીય સંવિધાનની રચના, લોકશાહી સિદ્ધાંતો, નાગરિક અધિકારો અને ફરજો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી.વિદ્યાર્થીઓને સંવિધાનના મુખ્ય પ્રાવધાનોની સમજ આપી,તેમની પ્રશ્નોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું..

વિદ્યાર્થીઓને સંવિધાનની સમજણ દેશના જવાબદાર,જાગૃત અને સંસ્કારી નાગરિકોનું નિર્માણ કરવા માટે કેટલું મહત્વપૂર્ણ છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ રીતે, યુવાન પેઢીને સંવિધાનની મૂલ્યોમાં પ્રગાઢતા લાવવા અને દેશપ્રેમની ભાવના વિકસાવવા પ્રયત્ન કરવામાં આવ્યો.કાર્યક્રમનું સમાપન વિદ્યાર્થીઓની પ્રતિસાદ અને પ્રતિબદ્ધતા સાથે થયું,જ્યાં તેમણે સંવિધાનના સિદ્ધાંતોને પોતાના જીવનમાં અમલમાં લાવવા માટે પ્રતિજ્ઞા વ્યક્ત કરી.
📲Get App